Ahmedabad: રક્તરંજિત અમદાવાદ! છેલ્લા ચાર દિવસમાં પાંચ હત્યાની ઘટનાઓ બની, પૂર્વ વિસ્તાર ફરી એકવાર બન્યું લોહિયાળ

શહેરના શહેર કોટડા, મેઘાણીનગર અને નરોડામાં હત્યાનો ગુનો નોંધાતા પોલીસ દોડતી થઈ છે. શહેરના નરોડા વિસ્તારમાં મહિલાને ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને હત્યારાને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરી છે.

Ahmedabad: રક્તરંજિત અમદાવાદ! છેલ્લા ચાર દિવસમાં પાંચ હત્યાની ઘટનાઓ બની, પૂર્વ વિસ્તાર ફરી એકવાર બન્યું લોહિયાળ
ફોટો - મૃતક મહિલા
| Edited By: | Updated on: Oct 03, 2022 | 6:22 PM

Ahmedabad: શહેરના શહેર કોટડા, મેઘાણીનગર અને નરોડામાં હત્યાનો ગુનો નોંધાતા પોલીસ દોડતી થઈ છે. શહેરના નરોડા વિસ્તારમાં મહિલાને ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને હત્યારાને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરી છે.

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જીઆઇડીસી પાસે મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. સાંજના સમયે મહિલાને દુપટ્ટાથી ગળેફાંસો આપીને અજાણ્યો વ્યક્તિ હત્યા નીપજાવી ફરાર થઈ ગયો હતો, નરોડા જીઆઇડીસીમાં અર્ચિત ઓર્ગેનિક્સ લિમિટેડ નામની કંપનીના પ્લોટમાં મધુબેન ડામોર નામના 32 વર્ષીય મહિલાની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ મામલે રામાભાઇ ડામોર નામના યુવકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી રામાભાઈ ડામોર પોતાની બહેન અને બનેવી સાથે નરોડા જીઆઇડીસીની કંપનીના પ્લોટમાં ઓરડીમાં રહે છે અને પોતે નોકરી કરે છે તેમજ બહેન અને બનેવી પણ નોકરી કરે છે. 30 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે મધુબેન ડામોર નોકરીએથી ઘરે આવ્યા હતા અને તે સમયે પતિ અને ભાઈ કામથી બહાર ગયા હતા. થોડા સમય બાદ રામાભાઈ ઓરડીએ પરત ફરતા બહેન ઘરમાં ન મળી આવતા આસપાસમાં શોધખોળ કરી હતી અને પ્લોટમાં જ ઘરથી થોડે દૂર મધુબેન ડામોરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં તેઓના ગળામાં દુપટ્ટો ફસાવીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતુ. આ મામલે ફરિયાદીએ મધુબેનના પતિને ફોન કરીને બોલાવતા 108 મારફતે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કરતા આ ઘટના સંદર્ભે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

નરોડા પોલીસે આ ઘટનાને લઈને આરોપીઓને પકડવા માટેની કવાયત શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મહિલાને થોડા દિવસ પહેલા એક યુવક સાથે ઝઘડો થતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે તે શખ્સ સહિતના શકમંદો અંગે વિગતો મેળવી હત્યારા આરોપીને પકડવા ટીમો કામે લગાડી છે. મહત્વનું છે કે શહેરકોટડા, અને મેઘાણીનગરમાં થયેલી હત્યા કેસમાં આરોપીઓ પોલીસ ગિરફતમાં આવી ગયા છે ત્યારે આ હત્યાનો ભેદ ક્યારે ઉકેલાય છે તે જોવુ રહ્યું.

Published On - 6:21 pm, Mon, 3 October 22