Ahmedabad : કોરોના કાળમાં ભૂલકાંઓને કેમ સ્કૂલે બોલાવ્યા ? નવરંગપુરાની શાંતિ જુનિયર્સ સ્કુલની બેદરકારી

|

Jul 30, 2021 | 11:25 PM

અમદાવાદના નવરંગપુરાની શાંતિ જુનિયર્સ સ્કૂલની બેદરકારી સામે આવી. સરકારની મંજૂરી ના હોવા છતાં સંચાલકોએ પ્રિ-સ્કૂલ શરૂ કરી. અને નાના બાળકોને ભણાવવા સ્કૂલમાં બોલાવી લીધા.

Ahmedabad : હજુ કોરોના મહામારીનો ભય ઓછો થયો નથી. ત્યાં તો આ તરફ અમદાવાદના નવરંગપુરાની શાંતિ જુનિયર્સ સ્કૂલની બેદરકારી સામે આવી. સરકારની મંજૂરી ના હોવા છતાં સંચાલકોએ પ્રિ-સ્કૂલ શરૂ કરી. અને નાના બાળકોને ભણાવવા સ્કૂલમાં બોલાવી લીધા. જોકે વાલી મંડળે હોબાળો કરતા વિદ્યાર્થીઓને છોડી દેવાયા અને સંચાલક મ્હોં સંતાડી ફરવા લાગ્યા. પ્રિ સ્કૂલો શરૂ કરવા સરકારે મંજૂરી નથી આપી ત્યારે શાંતિ જુનિયર્સ સ્કૂલે શા માટે મંજૂરી વિના પ્રિ સ્કૂલ શરૂ કરી દીધી તે મોટો સવાલ છે. ત્યારે આવી શાળાઓ સામે હવે કેવા પગલા લેવાય છે તે જોવું રહ્યું.

 

Next Video