Ahmedabad: વૈશાખ વદ અમાવાસ્યે, મણિનગરનાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ચંદનના કલાત્મક વાઘાનાં દર્શન

|

Jun 10, 2021 | 6:10 PM

Ahmedabad : મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple)માં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી ઘનશ્યામ મહારાજ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજને કલાત્મક વાઘા ધરાવવામાં આવ્યા હતા.

Ahmedabad: વૈશાખ વદ અમાવાસ્યે, મણિનગરનાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ચંદનના કલાત્મક વાઘાનાં દર્શન
Ahmedabad: Vaishakh Vad Amavasye, Darshan of artistic sandalwood dress at Shri Swaminarayan Temple in Maninagar

Follow us on

Ahmedabad : મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple)માં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજને કલાત્મક વાઘા ધરાવવામાં આવ્યા હતા. ઉનાળાની ગરમીને કારણે વર્ષોથી ગરમીમાં ખાસ કરીને અખાત્રીજના દિવસે વૈશાખ સુદ-વદની એકાદશી, પૂર્ણિમા તેમજ અમાસના પાવન દિને શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં શ્રી હરિજીને વર્ષોથી સંતો ચંદનના વાઘા ધરાવવામાં આવે છે.

ચંદન શીતળતાનું પ્રતીક છે. પૌરાણિક કાળથી જ ભારતમાં ચંદનનું આગવું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ રહ્યું છે. ચંદનની સુગંધ અને પવિત્રતાને લઈને હજારો વર્ષોથી ઉપયોગમાં લેવાતું રહ્યું છે. વૈશાખ સુદ ત્રીજ તિથિ અક્ષય હોય છે. તે દિવસથી ચંદનયાત્રા શરૂ થાય છે.

સ્વામિનારાયણ સંપ્રદાય આ દિવસે  શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજને સંતો ભક્તો પોતાની વિરહાગ્નિ નિવેદન કરી અનેક પ્રકારની શીતળ સામગ્રી, ચંદન, અરગમ, કેસર, બરાસ, ગુલાબ, સુગંધી અંત્તર, ફૂલેલ વગેરે વસ્તુઓનો લેપ ભગવાનના અંગો ઉપર કરી પરંપરાગત વસ્ત્ર પરિધાનને બદલે ઋતુ અનુસાર શીતળતા ઠંડક માટે મોહિની એકાદશીના પરમ પાવન દિને કલાત્મક ડીઝાઇન યુક્ત ચંદનના વાઘા – શણગાર પૂજનીય સંતોએ ધારણ કરાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ

શ્રી સ્વામિનારાયણ મંદિર તથા દેશ-વિદેશમાં દર મહિનાની અમાસના દિવસે શ્રી સદ્ગુરુ દિનની ઉજવણી કરવામાં આવે છે. આજથી 75 વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કચ્છના ઘનશ્યામ નગર મુકામે તારીખ 30 – 5 -1946 ને ગુરુવારના રોજ “શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ”ની સ્થાપના કરી હતી. જેને આજે જ 75 વર્ષ પૂર્ણ થયાં છે.

“શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ”ના ૭૫ મા સ્થાપના દિને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ચંદનના મનોરમ્ય વાઘા – શણગાર ધારણ કરીને દર્શન દાન અર્પતા મહાપ્રભુજી શ્રી હરિકૃષ્ણ મહારાજ સમક્ષ પૂજન – અર્ચન કરી અને પ્રાર્થના કરી હતી.

વળી, આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજની આરતી ઉતારી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરથી લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ કર્યા હતાં.

Next Article