Ahmedabad Tree Plantation: AMCનાં મિશન મિલિયન ટ્રી અંતર્ગત વૃક્ષારોપણનાં કાર્યક્રમ પર વરસાદે પાણી ફેરવ્યુ, કાર્યક્રમ મોકુફ

|

Jun 05, 2021 | 6:27 PM

Ahmedabad Tree Plantation: અમદાવાદમાં ગઈકાલે વરસેલા વરસાદના કારણે કોર્પોરેશન દ્વારા આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમનો ફિયાસ્કો થઈ ગયો છે. ગોતા વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં મિશન મિલિયન ટ્રી અંતર્ગત વૃક્ષારોપણનો સ્મૃતિવન નામનો કાર્યક્રમ યોજાવાનો હતો.

Ahmedabad Tree Plantation: અમદાવાદમાં ગઈકાલે વરસેલા વરસાદના કારણે કોર્પોરેશન દ્વારા આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમનો ફિયાસ્કો થઈ ગયો છે. ગોતા વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં મિશન મિલિયન ટ્રી અંતર્ગત વૃક્ષારોપણનો સ્મૃતિવન નામનો કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ વરસાદના કારણે ત્યાં પાણી ભરાઈ ગયા હતા. બનાવેલા ડોમ, જનરેટર અને સાધનો પાણીમાં ફસાઈ જતા કાર્યક્રમને મોકુફ રાખવાની ફરજ પડી હતી.

5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનાં ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ગોતામા અમદાવાદનુ સૌથી મોટુ જંગલ બનાવા માટેનો પ્રયોગ હાથ ધરાવાનો હતો. કોર્પોરેશને હાથ ધરેલા નવીન કાર્યક્રમ અંતર્ગત મિશન મિલયન ટ્રી અભિયાન હાથ ધરાવાનું હતું. ગોતા માં સૌથી મોટું માનવસર્જિત વન કુટીર બનાવવામાં આવશેનો દાવો કરવામાં આવ્યો હતો જો કે વરસાદે આ તમામ પર પાણી ફેરવી નાખ્યું હતું.

કાર્યક્રમમાં 43500 વૃક્ષ વાવવામા આવનારા હતા અને 45000 વાર પ્લોટમાં ગીચ વૃક્ષારોપણ કરવામાં આવવાનું આયોજન હતું. વાવાઝોડામાં વૃક્ષોને નુકશાન થયું હોવાથી વધુ વૃક્ષો વાવવા માટે મેયર સહિતનાં પદાધિકારીઓ દ્વારા અભિયાન ઉપાડવામાં આવ્યું હતું જો કે વરસાદના કારણે ત્યાં પાણી ભરાઈ ગયા હતા. બનાવેલા ડોમ, જનરેટર અને સાધનો પાણીમાં ફસાઈ જતા કાર્યક્રમને મોકુફ રાખવાની ફરજ પડી હતી.

Next Video