Ahmedabad: RTO માં પસંદગીના નંબર મેળવવા લાગી હજારોની બોલી, જાણો કયા નંબર માટે કેટલા રૂપિયા મળ્યા

|

Jun 23, 2022 | 5:43 PM

ગોલ્ડન નંબર 0001 કોરોનાની બીજી લહેર દરમ્યાન ફક્ત 25 હજાર રૂપિયામાં જ વેચાયો હતો જે અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત છે.

Ahmedabad: RTO માં પસંદગીના નંબર મેળવવા લાગી હજારોની બોલી, જાણો કયા નંબર માટે કેટલા રૂપિયા મળ્યા
Ahmedabad RTO

Follow us on

કોરોના લહેરને કારણે વાહનોની ખરીદીમાં તોતિંગ ઘટાડો નોંધાયો હતો. જેને કારણે ઓટોમોબાઇલ સેક્ટરને મોટું નુકસાન થયું હતું સાથે સાથે આરટીઓ કચેરીને પણ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને ચોઇસ નંબરમાં જોઈએ તેવી કમાણી થઈ નહોતી. પરંતુ કોરોનાનો બીજો વેવ પૂર્ણ થતાની સાથે લોકોને વાહનની જરૂરિયાત સમજાતા જ વાહનોની ખરીદીમાં ઉછાળો નોંધાયો. જેની સાથે ચોઇસ નમ્બર ની ખરીદીમાં પણ શહેરીજનોએ રસ દાખવી રહ્યા છે. તાજેતરમાં વાહનમાં ચોઇસ નમ્બર માટે WG સિરીઝ બહાર પાડવામાં આવી હતી જેમાં મનપસંદ નમ્બર મેળવવા માટે આરટીઓને 750 અરજી મળી હતી. જેને કારણે અમદાવાદ આરટીઓને 35 લાખ રૂપિયા જેલી  આવક થઈ છે. જે કોરોનાની બીજી લહેર દરમ્યાન માત્ર 12.50 લાખ જ થઈ હતી. તો જે WG સિરીઝની હરાજી થઈ તેમાં 1111 નંબર માટે 6 લાખ ઉપર બોલી બોલાઈ છે. જોકે તેની પક્રિયા હજી ચાલુ છે. પણ rtoના અધિકારી નું માનવું છે કે WGની સિરિઝથી rtoને અંદાજે 35 લાખની આવક થશે.

કોરોના કાળમાં શહેરીજનોએ આર્થિક મુશ્કેલીનો સામનો કર્યો છે. જેને કારણે ખૂબ ઓછા શહેરીજનોએ ચોઇસ નમ્બર લેવાનું પસંદ કર્યું હતું. પરંતુ જેવી કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ શહેરીજનોએ તેમના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરો મેળવવા માટે કોઈ કચાસ બાકી નથી રાખી. જેને કારણે આરટીઓની આવકમાં વધારો નોંધાયો છે.

કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ RTO દ્વારા જાન્યુઆરી મહિનામાં WB સીરીજ માટે હરાજી શરૂ કરવામાં આવી હતી જેમાં માત્ર 123 શહેરીજનોએ જ ભાગ લીધો હતો, જ્યારે કોરોના ની બીજી લહેર પૂર્ણ થયા બાદ WC સીરીજ માટે હરાજી શરૂ કરવામાં આવી હતી જેમાં 697 શહેરીજનોએ ભાગ લીધો હતો. તો WE સિરીઝમાં 444 લોકોએ ભાગ લીધો અને તે રીતે WF સિરીઝમાં 550 લોકોએ ભાગ લીધો હતો. જેમાં WB સિરીઝના અલગ અલગ ગોલ્ડન અને સિલ્વર નમ્બર માટે RTO ને માત્ર 12.50 લાખ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે WC સિરીઝના અલગ અલગ ગોલ્ડન અને સિલ્વર નમ્બર માટે RTO ને 72.46 લાખ રૂપિયા આવક થવા પામી છે. જે બાદ WE સિરીઝમાં આવકમાં વધારો થયો અને તેના કરતાં WF સિરીઝમાં આવકમાં વધારો નોંધાયો હતો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ક્યાં નમ્બર માટે કેટલા રૂપિયા ચૂકવ્યા

નંબર       WB                   WC                WE               WF

0001      રુ. 25,000        રુ. 4,01,000          —              —

0009    રુ. 1,94,000      રુ. 1,65,000      રુ. 68,000      રુ. 40,000

0007    રુ. 25,000        રુ. 1,59,000            —                 —

0999    રુ. 25,000        રુ. 80,000            —               —

1111      રુ. 25,000       રુ. 2,17,000      રુ. 88,000      રુ. 2,65,000

9999    રુ. 25,000        રુ. 79,000       રુ. 40,000      રુ. 1,80,000

0005        —                  —                   રુ. 73,000      રુ.  1,88,000

5555         —                 —                   રુ. 1,00,000    રુ. 40,000

નંબર        WG 

1111        રુ. 6,77,000 (હજુ પ્રક્રિયા ચાલુ રકમ વધી શકે.)

9999      રુ. 1,53,000

0005.    રુ. 3,73,000

6666      રુ. 1,05,000

મોંઘવારી વચ્ચે લોકો હજારો નાણાં ખર્ચી મેળવી રહ્યા છે પસંદગીના નંબર

સામાન્ય રીતે 0001 અને 0007 આ બંને નમ્બરની ડિમાન્ડ ચોઇસ નંબરમાં સૌથી વધુ રહેતી હોય છે. જેને મેળવવા માટે શહેરીજનો લાખો રૂપિયા ખર્ચી દેતા હોય છે. આ ગોલ્ડન નંબર 0001 કોરોનાની બીજી લહેર દરમ્યાન ફક્ત 25 હજાર રૂપિયામાં જ વેચાયો હતો જે અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત છે. અને કોરોનાની બીજી લહેર બાદ આ જ 0001 નમ્બર 4.01 લાખ રૂપિયામાં વેચાયો છે. જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે કોરોનાની બીજી લહેરમાં શહેરીજનોની આર્થિક પરિસ્થિતિ કેટલી ખરાબ રહી હશે. તો છેલ્લે WG સિરીઝમાં 0005 નંબર અને 1111 નંબર ની બોલી સૌથી વધુ લાગી છે. જેમાં હજુ 1111 નંબર ની પ્રક્રિયા ચાલુ છે જેમાં રકમ વધી શકે છે. જે જોતા લાગી રહ્યું છે કે લોકો પોતાના શોખ અને પસંદગીના નંબર મેળવવા મોંઘવારી વચ્ચે પણ લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. જેના કારણે RTO ની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.

Published On - 5:40 pm, Thu, 23 June 22

Next Article