Ahmedabad : રથયાત્રા યોજવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેરને નકારી શકાય નહીં : IB

|

Jun 20, 2021 | 3:11 PM

Ahmedabad : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા જનજીવન ફરી ધમધમતું થવા લાગ્યું છે. તો આગામી દિવસમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (Rathyatra 2021) યોજવામાં આવશે કે નહીં તે અંગે લોકો અવઢવમાં છે.

Ahmedabad : રાજ્યમાં કોરોનાનું સંક્ર્મણ ઘટતા જનજીવન ફરી ધમધમતું થવા લાગ્યું છે. તો આગામી દિવસમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (Rathyatra 2021) યોજવામાં આવશે કે નહીં તે અંગે લોકો અવઢવમાં છે.

તો બીજી તરફ રથયાત્રાને લઈને સેન્ટ્રલ આઇબી (ઇન્ટેલીજન્સ બ્યુરો)એ રિપોર્ટ સોંપ્યો છે. આ સાથે જ રથયાત્રાને તેના પરંપરાગત રૂટ પરથી જ કાઢવામાં આવે અને તે વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવે. આ સાથે જ રિપોર્ટમાં જણાવ્યું છે કે, રથયાત્રા જ નહીં પરંતુ રાજ્યના તમામ મેળાના આયોજન રદ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. તો આ સાથે જ મંદિર પરિસરમાં રથયાત્રાને લઈને રાજ્યસરકાર જાહેરાત કરી શકે છે.

તો જગન્નાથ મંદિરના મહંત ઈચ્છે છે કે રથયાત્રા નીકળે પરંતુ રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, કોરોનાની પહેલી લહેર બાદ જે રીતે બેદરકારી દાખવી હતી. જેના કારણે બીજી લહેર આવી હતી અને ઘણા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બીજી લહેર બાદ આપવામાં આવેલી છૂટછાટને કારણે લોક વધુ બેદરકાર બની ગયા છે. તો બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસીએશને પણ સરકારને ત્રીજી લહેર બાબતે એલર્ટ કરી છે.

Next Video