Ahmedabad: કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને ત્વરિત સારવાર મળી રહે અને મૃત્યુઆંક ઘટાડી શકાય તે દિશામાં તંત્રની સર્વેલન્સની કામગીરી શરૂ

|

Jun 09, 2021 | 11:20 PM

Ahmedabad: અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ કોરોના વાઈરસ (Corona Virus)ને લઈને પાણી પહેલા પાળ બાંધવાની શરૂ કરી દીધી છે. સંભવિત કોરોનાની ત્રીજી લહેરમાં નાના બાળકો (Children) પ્રભાવિત થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે જેને લઈને અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને ત્વરિત સારવાર મળી રહે અને મૃત્યુઆંક ઘટાડી શકાય તે દિશામાં કામગીરી શરૂ […]

Ahmedabad: કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને ત્વરિત સારવાર મળી રહે અને મૃત્યુઆંક ઘટાડી શકાય તે દિશામાં તંત્રની સર્વેલન્સની કામગીરી શરૂ

Follow us on

Ahmedabad: અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ કોરોના વાઈરસ (Corona Virus)ને લઈને પાણી પહેલા પાળ બાંધવાની શરૂ કરી દીધી છે. સંભવિત કોરોનાની ત્રીજી લહેરમાં નાના બાળકો (Children) પ્રભાવિત થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે જેને લઈને અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને ત્વરિત સારવાર મળી રહે અને મૃત્યુઆંક ઘટાડી શકાય તે દિશામાં કામગીરી શરૂ કરી છે.

 

અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં 0થી 5 વર્ષના બાળકોની સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓના બાળકોના સર્વેલન્સ (Surveillance)ની કામગીરી તાલુકા હેલ્થ ઓફિસરને સોંપવામાં આવી છે, જેને લઈને આંગણવાડી બહેનો, આશા વર્કર્સ બહેનોને તેમજ વિવિધ ડૉક્ટર્સની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જેમાં બાળકોનું વજન, ઊંચાઈ, બાળકને કોઈ રોગ છે કે કેમ, બાળકનું ઓક્સિજન લેવલ તેમજ ટેમ્પરેચર આ તમામ વિગતોની સાથે હાઈરિસ્કવાળા બાળકોનું એક લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે, જેના આધારે સંભવિત ત્રીજી લહેર આવે તો હાઈરિસ્કવાળા બાળકોને રિર્સવ ક્વોરોન્ટાઈન કરીને બાળકોને સુરક્ષિત રાખી શકાય અને કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને થનારું નુકસાન ઘટાડી શકાય.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં અત્યાર સુધીમાં 9,608 બાળકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. જેમાંથી 126 બાળકો હાઈરિસ્ક તેમજ ન્યુટ્રિશિયનના અભાવની કેટેગરીમાં હોવાનું સામે આવ્યું છે. આવા બાળકોના વાલીઓને ત્રીજી લહેરથી બાળકોને બચાવવા શું કરવું જોઈએ તેની માહિતી અમદાવાદ વહીવટી તંત્રની વિશેષ ટીમ દ્વારા આપવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: Crime: મ્યુકરમાઈકોસીસના ઈન્જેક્શનની કાળાબજારી આવી સામે, અમરાઈવાડી પોલીસે યુવકની કરી ધરપકડ

Next Article