AHMEDABAD : પાટીદાર આંદોલન 2.0 ની તૈયારીઓ, SPGના લાલજી પટેલે આપ્યું આ નિવેદન

|

Aug 24, 2021 | 4:02 PM

લાલજી પટેલે કહ્યું આંદોલન વેગ પકડે ત્યારે રાજકીય પાર્ટીઓ ‘સામ, દામ, દંડ અને ભેદ'ની નીતિ અપનાવીને પાટીદારોને પોતાની તરફ વાળી લે છે...પરંતુ હવે ભૂતકાળમાં થયેલી ભૂલ નહીં થાય એ વાતનું ધ્યાન રાખવામાં આવશે.

AHMEDABAD : ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ફરી ‘પાટીદાર આંદોલન’ શબ્દ એ ચર્ચાનું તૂલ પકડ્યું છે..પાટીદાર આંદોલન 2.0 કોઇ પણ ચહેરા વગરનું હશે એટલે કે કોઇ ચહેરો પાટીદાર આંદોલનનું નેતૃત્વ નહીં કરે.આ શબ્દો છે SPGના પ્રમુખ અને અગ્રણી પાટીદાર નેતા લાલજી પટેલના…તેમણે વધુમાં કહ્યું કે, આંદોલન વેગ પકડે ત્યારે રાજકીય પાર્ટીઓ ‘સામ, દામ, દંડ અને ભેદ’ની નીતિ અપનાવીને પાટીદારોને પોતાની તરફ વાળી લે છે…પરંતુ હવે ભૂતકાળમાં થયેલી ભૂલ નહીં થાય એ વાતનું ધ્યાન રાખવામાં આવશે, તેમ કહીને તેમણે ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને સાથે આમ આદમી પાર્ટીને પણ આડકતરી રીતે ઇશારો કરી દીધો છે.

રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે. થોડા દિવસો પહેલા જન આશીર્વાદ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે પાટીદાર એટલે ભાજપ. સૌરાષ્ટ્રમાં કેન્દ્રિય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાની જન આર્શિવાદ રેલી દરમિયાન માંડવિયાએ પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.રાજકોટના અટલ બિહારી ઓડિટોરીયમમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો સાથે શુભેચ્છા બેઠક કરી હતી. જેમાં પાટીદાર સમાજના બે નેતાઓને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપીને યોગ્ય પ્રભુત્વ આપ્યું હોવાનું કહ્યું હતું.

મનસુખ માંડવિયાએ કહ્યું હતુ કે પાટીદાર એટલે ભાજપ,ચૂંટણી સમયે પાટીદાર સમાજના વિસ્તારની મતપેટીઓ ખૂલે તેમાં ભાજપને મત મળે છે.પાટીદાર સમાજને યોગ્ય પ્રભુત્વ મોદી સરકારે આપ્યું છે અને દેશના મહત્વના મંત્રાલયો પણ સોંપ્યા છે.મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજને અપીલ કરી હતી કે નયા ભારતના નિર્માણમાં પાટીદાર સમાજે મોદી સરકારનો સાથ આપવો જોઇએ.

આમ રાજ્યમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ ફરી એક વાર પાટીદારો ને રીઝવવાના પ્રયાસો શરૂ થઇ ગયા છે. હવે જોવું રહ્યું કે પાટીદાર આંદોલન 2.0 કેવું હશે.

આ પણ વાંચો : AMRELI : સિંહોના સ્થળાંતર મામલે વિરોધ યથાવત, રેન્જ ફોરેસ્ટ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

Next Video