Ahmedabad : ગૌણ સેવા પસંદગી મંડળની સિનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા પૂર્ણ, પ્રશ્નપત્ર થોડું અઘરું હોવાનો ઉમેદવારોનો મત

|

Jul 31, 2021 | 5:54 PM

પરીક્ષાર્થીઓના કહેવા પ્રમાણે ગણિતના પ્રશ્નો થોડા મુશ્કેલ હોવાથી સમય વધારે બગડ્યો હતો. કરન્ટ અફેર તેમજ વિવિધ યોજનાઓને લગતા વિશેષ પ્રશ્નો પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા.

Ahmedabad : ગૌણ સેવા પસંદગી મંડળની સિનિયર કલાર્ક વર્ગ 3ની પરીક્ષા પૂર્ણ થઈ છે. પ્રશ્ન પત્ર થોડું મુશ્કેલ હોવાનું ઉમેદવારોએ જણાવ્યું. પરીક્ષાર્થીઓના કહેવા પ્રમાણે ગણિતના પ્રશ્નો થોડા મુશ્કેલ હોવાથી સમય વધારે બગડ્યો હતો. કરન્ટ અફેર તેમજ વિવિધ યોજનાઓને લગતા વિશેષ પ્રશ્નો પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા. પરીક્ષાર્થીઓના કહેવા પ્રમાણે નરેન્દ્ર મોદી અંગે પરીક્ષામાં 4 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

 

ગૌણ સેવા પસંદગી મંડળની સિનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા શનિવારે રાજ્યભરમાં યોજાઈ હતી. કુલ 1497 જગ્યાઓ માટે યોજવામાં આવેલી સિનિયર ક્લાર્કની પરીક્ષા માટે 2.80 લાખ 80થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કોરોનાકાળમાં ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષા અગાઉ મોકૂફ રાખવામાં આવી હતી. જેને લઈને આ પરીક્ષાનું આયોજન 31 જુલાઈ એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવી હતી.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અમદાવાદ સહિત રાજ્યભરના કુલ 1105 કેન્દ્ર પર 2.80 લાખ તેમજ અમદાવાદ શહેરમાં 311 સેન્ટરો પર 77,861 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. 11 થી 1 વાગ્યા દરમ્યાન યોજાયેલી આ પરીક્ષા કોઈપણ પ્રકારના વિવાદ વિના પૂર્ણ થઈ હતી.

પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારો થોડા નિરાશ જણાતા હતા કારણ કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્ક વર્ગ 3 માટે લેવામાં આવેલી પરીક્ષા માટેનું તૈયાર કરાયેલા પ્રશ્નપત્ર થોડું અઘરું પૂછવામાં આવ્યું હતું. પ્રશ્નપત્રમાં ગણિતનો ભાગ થોડો અઘરો હતો જેને કારણે ઉમેદવારોનો સમય થોડો વધારે બગડ્યો હતો. આ સાથે જ પ્રશ્નપત્રમાં તાજેતરના જ કરન્ટ અફેરના પ્રશ્નો પર વધારે ધ્યાન આપવામાં આવ્યું હતું જેને કારણે કેટલાક વિદ્યાર્થીઓને આવા પ્રશ્નોના જવાબ આપવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી 200 માર્કસની પરીક્ષામાં 4 સવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને લગતા પૂછવામાં આવ્યા હતા જેમાં તાજેતરમાં જ વડાપ્રધાન દ્વારા દાંડી કૂચ અમૃત મહોત્સવની ઉજવણી, કેવડિયા કોલોનીમાં યોજાયેલ ઓલ ઇન્ડિયા કંબાઇન્ડ કમાન્ડર્સ કોંફરન્સમાં હાજરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં ક્યાં એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું. તેમજ વડાપ્રધાન દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે સેતુ કઈ નદી પર બાંધવામાં આવ્યો આવા સવાલો પૂછવામાં આવ્યા હતા.

Next Video