AHMEDABAD : વરસાદની સાથે સાથે વધી રહ્યાં છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસો

|

Jul 27, 2021 | 6:19 AM

વકરતા રોગચાળાને લઈને તંત્ર પણ હરકતમાં આવ્યું છે. શહેરના વિવિધ એકમો અને સંસ્થાઓમાં મચ્છરોના બ્રિડિંગ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

AHMEDABAD : અમદાવાદમાં વરસાદની સાથે સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસો વધી રહ્યા છે. ગત મહિનાની સરખામણીએ હાલ રોગના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ મહિને સાદા મેલેરિયાના 88, ઝેરી મેલેરિયાના 5 કેસ નોંધાયા છે.તો ડેન્ગ્યુના 45, ચિકનગુનિયાના 16 દર્દી નોંધાયા છે. આ તરફ પાણીજન્ય રોગચાળાની વાત કરીએ તો, ઝાડા ઉલ્ટીના 529, કમળાના 125, ટાઈફોઈડના 114 દર્દીઓ નોંધાયા છે.

વકરતા રોગચાળાને લઈને તંત્ર પણ હરકતમાં આવ્યું છે. શહેરના વિવિધ એકમો અને સંસ્થાઓમાં મચ્છરોના બ્રિડિંગ અંગે તપાસ કરવામાં આવી રહી છે.દરેક ઝોનની મેલેરીયા વિભાગની ટીમો દ્વારા કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકીંગ કરવામા આવી રહ્યું છે. જેમા કુલ ૧૭૬ કન્સ્ટ્રક્શન સાઈટ ચેકિંગ કરીને ૭૬ને નોટીસ ફટકારવામાં આવી છે. જેમા કુલ 3.38 લાખ જેટલો દંડ વસુલાયો છે.

Next Video