Ahmedabad માં ભુવા પડવાનો સિલસિલો યથાવત, સ્થાનિકો પરેશાન, સમસ્યા દૂર કરવા માગ

અમદાવાદમાં 17 સ્થળ પર ભુવા પડ્યા છે. 17 સ્થળ પર ભુવા પડતા અમદાવાદનો (Ahmedabad) પૂર્વ વિસ્તાર ભુવા વિસ્તાર બની ગયો છે.

Ahmedabad માં ભુવા પડવાનો સિલસિલો યથાવત, સ્થાનિકો પરેશાન, સમસ્યા દૂર કરવા માગ
સાંકેતિક તસ્વીર
| Edited By: | Updated on: Jul 20, 2021 | 2:27 PM

અમદાવાદમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત છે. આપને જણાવી દઇએ કે અમદાવામાં 17 સ્થળ પર ભુવા પડ્યા છે. 17 સ્થળ પર ભુવા પડતા અમદાવાદનો (Ahmedabad) પૂર્વ વિસ્તાર ભુવા વિસ્તાર બની ગયો છે. ઉલ્લેખનીય છે કે CTM, હાટકેશ્વર સહિત આસપાસના વિસ્તારમાં અનેક ભુવાના કારણે સ્થાનિકો પરેશાન છે.

એક તરફ ચોમાસામાં ભુવાની સમસ્યા વધી રહી છે, તો બીજી તરફ અમદાવાદ મનપાની કામગીરીની ઝડપ ઘટી રહી છે. આપને જણાવી દઇએ કે ભુવા પડવાના કારણે  વરસાદી પાણીનો ભરાવો થાય છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઇ ચૂક્યા છે. સ્થાનિકોએ આ સમસ્યા દૂર કરવા માટે માગ કરી છે.