CNG માં ભાવ વધારાના કારણે ત્રસ્ત ‘અમદાવાદનો રીક્ષાવાળો’, જાણો શું કહેવું છે રીક્ષા ચાલકોનું
ભાવ વધારાનાં કારણે સામન્ય માણસ ત્રસ્ત થઇ ગયો છે. હવે CNG માં ભાવ વધારાના કારણે રીક્ષા એકતા યુનિયનની માંગ છે કે સરકાર આ ભાવ વધારો પાછો ખેંચે. ચાલો જાણીએ શું કહેવું છે રીક્ષા ચાલકોનું
કોરોના અને મોંઘવારીના કારણે સૌ કોઈ હેરાન થઇ ચૂક્યા છે. બંને મહા મુશીબતોએ સામાન્ય માણસની કમર તોડી દીધી છે. સરકાર એક બાજુ પેટ્રોલ ડીઝલ, રાંધણ ગેસના ભાવમાં સતત વધારો કરતા મધ્યમ વર્ગના લોકોની તકલીફો વધી છે. દરેક વસ્તુમાં વધતા ભાવથી ગરીબ અને માધ્યમ વર્ગ ત્રસ્ત છે.
આ સ્થિતિમાં પડ્યા પર પાટુ જેવો ઘાટ CNG ના ભાવ વધારાને કારણે સર્જાયો છે. જેનો બોજો આમ જનતાની સાથે સીધો રીક્ષા ચાલકને ખાવાના વારો આવ્યો છે. CNG માં હવે ભાવ વધતા રીક્ષા ચાલકોની તકલીફ વધી છે. ત્યારે રીક્ષા એકતા યુનિયનની માંગ છે સરકાર આ ભાવ વધારો પાછો ખેંચે. ચાલો જાણીએ શું કહેવું છે રીક્ષા ચાલકોનું.
આ પણ વાંચો: ગાંધીનગરના હાઈટેક રેલવે સ્ટેશનનું PM મોદીના હસ્તે થશે લોકાર્પણ, વિડીયો જોઇને તમે પણ અચંબિત થઇ જશો