Ahmedabad: ચૌધરી હોસ્પિટલમાં મહિલા દર્દીનું મોત થતાં પરિજનોએ ડૉક્ટર પર બેદરકારીનો આક્ષેપ કર્યો

| Edited By: | Updated on: Apr 05, 2022 | 1:06 PM

સારવાર દરમિયાન એક ડૉકટરે તેમને બ્લડ ચડાવવું પડશે તેમ જણાવ્યું હતું, જ્યારે અન્ય ડૉકટરે ઇન્જેક્શનથી સારું થઈ જશે તેમ જણાવ્યું હતું. આમ બે ડૉક્ટરોએ અલગ અલગ વાત કરતા હતા. ત્યારબાદ દર્દી મૃત્યુ પામતા પરિજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ (Ahmedabad) ના સૈજપુર બોઘા વિસ્તારમાં નરોડા રોડ પર આવેલી ચૌધરી હોસ્પિટલ (Hospital ) માં મહિલા (woman) દર્દીનું વહેલી સવારે મોત થતાં દર્દીના પરિજનોએ ડૉક્ટર (doctor) પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. 45 વર્ષીય મંજુદેવીની તબિયત ખરાબ થતાં તેમને ચૌધરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક ડૉકટરે તેમને બ્લડ ચડાવવું પડશે તેમ જણાવ્યું હતું, જ્યારે અન્ય ડૉકટરે ઇન્જેક્શનથી સારું થઈ જશે તેમ જણાવ્યું હતું. આમ બે ડૉક્ટરોએ અલગ અલગ વાત કરતા દર્દીના પરિજનો મૂંઝવણમાં મુકાયા હતા. ત્યારબાદ આજે વહેલી સવારે દર્દી મૃત્યુ પામતા પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી ડૉકટરો પર બેદરકારીનો આક્ષેપ મૂક્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મેઘાણીનગરમાં સંત કોલોનીમાં રહેતા શ્યામવીર દિવાકરે જણાવ્યું હતું કે મારા ભાભી મંજુદેવીની તબિયત ખરાબ થતાં અમે તેઓને નરોડા રોડ પર આવેલી ચૌધરી હોસ્પિટલમાં લઈ ગયા હતા. રાત્રે હોસ્પિટલમાં તેઓને ડોક્ટરે બ્લડ ચઢાવવાનું કહ્યું હતું અને અન્ય ડોક્ટરે ઇન્જેકશન લગાવવા માટે કહ્યું હતું. અમે લોહીનો રિપોર્ટ માંગ્યો તો અમને રિપોર્ટ આપ્યો નહીં અને જેમતેમ કરીને કોઈ સારવાર કરી હતી અને આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું છે. તેઓની પાસે અમે બધા રિપોર્ટ માગી રહ્યા છીએ, પરંતુ રિપોર્ટ આપી રહ્યા નથી.

તેમણે એમ પણ કહ્યું કે ખોટી સારવાર કરતા મારા ભાભીનું મૃત્યુ થયુ છે અમે પોલીસને જાણ કરી છે. પોલીસ અહીં આવી છે. ડોક્ટરો હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું કહે છે. તેમની પાસે અમે રિપોર્ટ માગતા તેઓ પોલીસને અમે રિપોર્ટ આપીશું તેમ કહે છે.

આ્ પણ વાંચોઃ Jamnagar: યુવાનની છરી મારીને હત્યા, સમાધાન માટે બોલાવી રહેંશી નાખ્યો, ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

આ પણ વાંચોઃ Surat: સોનાની દાણચોરીનો પર્દાફાશ, શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1 કરોડનું સોનું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો