AHMEDABAD : કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા નિષ્ણાતોએ કરી આ ભલામણો

|

Aug 23, 2021 | 7:42 PM

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક પેનલનો રિપોર્ટ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે બાળકો માટે વેક્સિનેશન શરુ કરવાની તૈયારી ચાલી રહી છે. સમિતિએ પણ મોટી સંખ્યામાં બાળકોના વેક્સિનેશનની જરૂરીયાત ગણાવી છે.

AHMEDABAD : કોરોના વાયરસનુ સંકટ હજી પુરી રીતે ટળ્યુ નથી તેવામાં ત્રીજી લહેરની આશંકાઓ સેવવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક પેનલે પીએમઓને રિપોર્ટ સોંપ્યો છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંતર્ગત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટે ત્રીજી લહેરને લઇને અનુમાન લગાવ્યુ છે.

આ રિપોર્ટ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે બાળકો માટે વેક્સિનેશન શરુ કરવાની તૈયારી ચાલી રહી છે. સમિતિએ પણ મોટી સંખ્યામાં બાળકોના વેક્સિનેશનની જરૂરીયાત ગણાવી છે. આ સાથે જ કોવિડ વોર્ડને એ પ્રમાણે તૈયાર કરવાની સલાહ આપી છે કે બાળકોના માતા-પિતા પણ બાળક સાથે રહી શકે. આ રીપોર્ટને અનુસંધાને નિષ્ણાતોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા થોડીક ભલામણો કરી છે –

1) કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર પુખ્તવયના વ્યક્તિઓ જેટલો જ ખતરો છે.

2) દેશમાં બાળકોની સારવાર માટે સુવિધાઓ ઉભી કરવામાં આવે.

3)ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની સંભવાના સામે સુવિધા નહીવત છે, જેના પર વધુ ધ્યાન દેવામાં આવે.

4) દેશમાં બાળકોની સારવાર માટે પૂરતા ડોક્ટર્સ, નર્સ, મેડીકલ સ્ટાફ, વેન્ટીલેટર અને એમ્બ્યુલન્સનો અભાવ છે જેના પર વધુ ધ્યાન આપવામાં આવે.

5)કોમોર્બીડ બાળકોના રસીકરણ પર વધુ ભાર મુકવામાં આવે

6)દિવ્યાંગ બાળકોને પણ રસીકરણમાં અગ્રતા આપવામાં આવે

રાહતની વાત એ છે કે દેશમાં રસીકરણ અભિયાનની રફતાર વધી ગઇ છે.અત્યાર સુધી દેશની વસ્તીના 10 ટકા લોકોને વૅક્સીનના બંને ડોઝ લાગી ગયા છે.જ્યારે 34 ટકા વસ્તીને પ્રથમ ડોઝ લાગી ગયો છે. હજી જો આગામી 2 મહિનાઓમાં વૅક્સીન આપવાની રફતાર વધશે તો ત્રીજી લહેરની ઘાત હળવી થઇ જશે.

આ પણ વાંચો : AHMEDABAD : નરોડા પાટીયા વિસ્તારમાં શહેરનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રીજ બનશે

Next Video