Ahmedabad: અમદાવાદ જિલ્લાના વટામણ પાસે ફિલ્મી ઢબે આંગડિયા પેઢીના લૂંટની ઘટનામા ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલાયો છે. રિવોલ્વરની અણી પર આંગડીયા પેઢીના કરોડોના ડાયમંડના પેકેટ સહિતના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જેમાં પોલીસ કંટ્રોલ મેસેજ થયા બાદ પોલીસ હાઇવે પર આવી ગઈ હતી અને આખી રાત ઓપરેશન થયા બાદ આણંદમાં એક ફાર્મ હાઉસ પાસેથી આ ગેંગના ત્રણ આરોપીઓ પકડાયા અને ત્યારબાદ આખા રેકેટનો પર્દાફાશ કરી 13 જેટલા આરોપી પકડી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સુરતના એક ડાયમંડના વેપારીએ અમરેલીમાં મોકલેલા ડાયમંડ દરરોજ આંગડિયા મારફતે મોકલવામાં આવતા. જે માટે કર્મચારીઓ રોજ રોજ ટ્રાવેલ્સ બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ બેગમાં આ રીતે કરોડો રૂપિયાના ડાયમંડ લઈને જાય પણ તેમની પાસે કોઈ સુરક્ષા હોતી નથી. આ વાત પોલીસની સાથે ગુનેગારોને પણ ખબર છે. તેમ છતાં મંગળવાર રાતે અમરેલીની ખાનગી બસ રોજની જેમ ઉપડી.
જેમાં આંગડિયા પેઢીના કર્મચારીઓની સાથે લૂંટારુંઓ પણ બસમાં ગોઠવાયા ગયા. રોજ કરોડો રૂપિયાના ડાયમંડની અવરજવર કરતા આંગડિયા પેઢીઓને સહેજ પણ ખ્યાલ ન હતો કે થોડીવાર પછી તેમની સાથે શું થવાનું છે. આ બસમાં દિવાળીનો તહેવાર હોવાથી સુરત તરફ જતી સંખ્યા ઓછી હતી એટલે બસમાં અજાણ્યા 10 લોકો પણ સવાર થઈ ગયા હતા જો પોતાની સાથે ત્રણ હથિયાર લઈને બસમાં ગોઠવાઈ ગયા હતા. પરંતુ બસ શરૂ થઈ ત્યારથી તેઓ મધરાત્રી થાય એટલે કે, બે સવા બે વાગ્યાનો સમય થાય ત્યારે જ તેને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું. આ આરોપીઓની સાથે અન્ય શખ્સો બસનો પીછો કરી રહ્યા હતા જે કારે અમદાવાદ જિલ્લાના વટામણ પાસે આ બસને આતરી હતી.
ફિલ્મી સ્ટાઇલથી કોઈ બસની આગળ કાર આવીને ઊભી રહી જતા ડ્રાઇવર પણ ગભરાઈ ગયો હતો. એટલા દરમિયાન બસની અંદર ગુનેગારોએ પોતાનું કામ શરૂ કરી દીધું હતું તેણે આંગડિયા પેઢીના કર્મચારીઓને રિવોલર સહિતના તીક્ષ્ણ હથિયાર બતાવીને કરોડો રૂપિયાના ડાયમંડ ચોરી લીધા હતા અને કરોડો રૂપિયાના દાગીના બે થેલા ગુનેગારો કાર લઈને આવ્યા હતા તેમાં બેસીને રવાના થઈ ગયા હતા. જેની કરોડો રૂપિયા કિંમત અંદાજીત આંકી શકાય છે. આ ડાયમંડ લૂંટ માટે સુરતના એક વ્યક્તિએ મહારાષ્ટ્રના ગુનેગારો દ્વારા અંજામ આપવા માટે તૈયાર કર્યા હતા જે માટે તેમને બે લાખ રૂપિયા પણ નક્કી કર્યું હતું તેના પછી લૂંટની રકમ માંથી ભાગ આપવાનું નક્કી કરવામાં આવ્યો હતો નિશ્ચિત કરેલા સમયમાં આખું લૂંટનું કાવતરાને અંજામ આપીને આરોપીઓ ફરાર થઇ ગયા. પરતું પોલીસે નાકાબંધી કરી એક બાદ એક 13 જેટલા આરોપી પકડી લીધા.
લૂંટ અંગે અમદાવાદ જિલ્લા એસપીની ટીમ તેમજ આણંદ જિલ્લા એસપીની ટીમે નાકાબંધી ગોઠવી અને આણંદ પાસેના એક ફાર્મ હાઉસમાં ત્રણ આરોપીઓ આંગડિયા પેઢીના પાર્સલ ખોલી રહ્યા હતા ત્યારે પહોંચી. જોકે ત્યાં બીજા આરોપીઓ ખેતરમાં ભાગવા લાગ્યા ત્યારે ચારે બાજુથી પોલીસી ટીમે તેમને ઘેરીને તમામ લુટ નો મુદ્દામાલ રિકવર કર્યો છે અને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં લૂંટ કરવા માટેનું કાવતરું છેલ્લા એકાદ મહિના પહેલા રચાયું હતું અને દિવાળી સમયે તેની અંજામ આપવા માટે પ્લાનિંગ થયો હતો પરંતુ પોલીસની સતર્કતાના કારણે તે આરોપીઓની ધરપકડ કરી લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાં કબજે કરવામાં આવે છે ત્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા સ્થાનિક પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
લૂંટ કરવા આશરે 19 જેટલા આરોપીઓમાંથી હજુય પાંચથી વધુ આરોપીઓ ક્યાં ભાગ્યા અને આરોપીઓની કાર ચોરીની છે કે, કેમ તે તપાસ થઇ રહી છે. સાથે જ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અને ફાર્મ હાઉસના માલિક તથા રખેવાળને ડિટેઇન કરી તેનો શું રોલ હતો તે તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી છે. ત્યારે આ બાબતો વચ્ચે આખુંય ઓપરેશન એક કોલ અને નાઇટમાં રહેલી પોલીસની સચેતતાના કારણે સફળ રહ્યું અને હીરાના વેપારીઓનું દેવાળું ફુંકી પોતાની દિવાળી મનાવવાની ફિરાકમા રહેનાર આખરે ઝડપાઇ ગયા.
Published On - 8:00 pm, Wed, 19 October 22