અમદાવાદઃ નૂપુર શર્માના નિવેદન મુદ્દે જુહાપુરામાં મુસ્લિમોની રેલી, ઘર્ષણ થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો

|

Jun 12, 2022 | 1:32 PM

જુહાપુરામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. મુસ્લિમ મહિલા અગ્રણીઓને પોલીસ સાથે તકરાર થતાં કેટલીક મહિલા આગેવાનોની પણ અટકાયત કરવામાં આવી હતી.

અમદાવાદઃ નૂપુર શર્માના નિવેદન મુદ્દે જુહાપુરામાં મુસ્લિમોની રેલી, ઘર્ષણ થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો
Police charged batons at a rally of Muslims in Juhapura

Follow us on

નૂપુર શર્મા દ્વારા કરાયેલા મહોમ્મદ પયગંબર અંગેનાં નિવેદન (Prophet Controversy) મામલે અમદાવાદ (Ahmedabad) ના જુહાપુરામાં મુસ્લિમ અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. જોકે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમિયાન જુહાપુરામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. મુસ્લિમ મહિલા અગ્રણીઓને પોલીસ સાથે તકરાર થતાં કેટલીક મહિલા આગેવાનોની પણ અટકાયત કરવામાં આવી હતી. જોકે જુહાપુરામા શાંતિ બાદ ફરી સ્થિતિ વણસતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

રાજકોટના રૈયા રોડ પર આવેલા આઝાદ ચોક પાસે નૂપૂર શર્માની ધરપકડની માગ કરતા પોસ્ટર મોટી સંખ્યામાં લાગ્યા હતા. જેની જાણકારી મળતા જ પોલીસે પોસ્ટર દૂર કર્યા. અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. તો બનાસકાંઠાના પાલનપુરના નૂપુર શર્મા સામે અભદ્ર ટિપ્પણી કરનારા ઈરફાન શેખને ખાનગી હોસ્પિટલના તંત્રએ નોકરીમાંથી હાંકી કાઢ્યો છે. સુરતમાં નૂપુર શર્માના નામે હિંસા ફેલાવવાનો પ્રયાસ કરતા અઠવાના ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી. આ શખ્સોએ વાયરલ વીડિયોમાં હિંસા કરવા માટે લોકોને ઉશ્કેર્યા. આ વીડિયોમાં ઉત્તરપ્રદેશ અને ઝારખંડ જેવી સ્થિતિ સુરતમાં કરવાનો ઉલ્લેખ કરાયો હતો. તો સાબરકાંઠાના હિંમતનગરમાં પૈગંબર વિશે અભદ્ર ટિપ્પણી કરનારા સામે ફરિયાદ નોંધી પોલીસે આરોપીને ઝડપવા તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં પણ ફેસબુક પ્રોફાઈલમાં નમાઝ પછી રોડ પર ઉતરવાની ભડકાઉ પોસ્ટ કરનારા સામે સાયબર ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો છે.

સુરતમાં નૂપુર શર્માના નામે હિંસા ફેલાવવાનો પ્રયાસ કરનારા અઠવાના ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી. આ ત્રણ શખ્સોએ પોસ્ટર અને વીડિયો વાયરલ કરીને હિંસા ફેલાવવા માટે લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયોમાં ઉત્તરપ્રદેશ અને ઝારખંડ જેવી સ્થિતિ સુરતમાં કરવાનો ઉલ્લેખ કરાયો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા ચેતી જજો

ગુજરાતની શાંતિ અને સલામતીમાં સોશિયલ મીડિયા થકી પલિતો ચાંપવાનો પ્રયાસ કરનારા સૌ ચેતી જજો. ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધાર્મિક લાગણીઓને દુભાવવાનો પ્રયાસ કરતા પહેલા સો વાર વિચારજો. ગુજરાતમાં પોલીસ અને સાયબર સેલના જવાનો ધર્મ અને વ્યક્તિ વિશેષને લઈ થતી વિવાદિત પોસ્ટ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ભડકાઉ પોસ્ટ કરનારા અને લોકોને રસ્તા પર ઉતરવા માટે ઉશ્કેરનારા તમામ સામે કડક કાર્યવાહીની પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે. ગણ્યા-ગાંઠ્યા તોફાની તત્વોના વાંકે રાજ્યની કાયદો-વ્યવસ્થા ન બગડે તે માટે પોલીસ તંત્ર એલર્ટ છે. અને રાજ્યભરમાં ભડકાઉ પોસ્ટ કે પોસ્ટર લગાવનારા સામે કાર્યવાહી પણ થઈ રહી છે.

Published On - 1:31 pm, Sun, 12 June 22

Next Article