Ahmedabad: કુખ્યાત ડોન નઝીર વોરાનું કોર્ટમાં સરેન્ડર, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ

|

Jun 01, 2021 | 7:52 PM

Ahmedabad: અમદાવાદનો કુખ્યાત ભૂમાફિયા સહિત ગેંગસ્ટર(Gangster) તરીકે પંકાયેલો નઝીર વોરા(Nazir Vora)ને કોર્ટમાં સરન્ડર કરવાની ફરજ પડી હતી.

Ahmedabad: અમદાવાદનો કુખ્યાત ભૂમાફિયા સહિત ગેંગસ્ટર(Gangster) તરીકે પંકાયેલો નઝીર વોરા(Nazir Vora)ને કોર્ટમાં સરન્ડર કરવાની ફરજ પડી હતી. અનેક ગુનામાં ભાગતો ફરતો અને પોલીસથી બચતા રહેલા આ કુખ્યાત આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ(Land Grabing Act)ની કલમ લગાડવામાં આવી છે.

જણાવવું રહ્યું કે નઝીર વોરા સામે જમીનો પચાવી પાડવાથી લઈને વીજચોરી, ગેરકાયદે બાંધકામ કરવા જેવી અનેક ફરિયાદો નોંધાયેલી છે. તાજેતરની જ વાત કરીએ તો, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા નઝીર વોરા અને બાબાખાનના 7 કરોડની કિંમતના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અમદાવામાં વેજલપુર અને સરખેજ સહિતના વિસ્તારોમાં ગુનાખોરીમાં કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ અને જમીનની પોલીસ દ્વારા માહિતી મેળવીને તેને તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી, તે ઉપરાંત બાબાખાનના પાંચ માળના 2880 ચોરસ મીટરના નેહા ફ્લેટને પણ બાબતે ત્રણ વખત નોટીસ આપવામાં આવી હતી. પરંતુ તેને બાંધકામ કરનારે ધ્યાને નહીં લેતા આખરે આ બાંધકામને 15 ઓક્ટોબરના રોજ સીલ કરી દેવામાં આવ્યું હતું.

જુહાપુરામાં આવેલા ટીચર્સ કોલોનીમાં નઝીર વોરાનું ગેરકાયદે એપાર્ટમેન્ટ કોર્પોરેશને તોડી પડાયું હતું. પોલીસ દ્વારા વૈભવી ફાર્મ હાઉસમાં 10 એસી, પાણીના બોર હોવા છતાં 50 યુનિટનો જ વીજ વપરાશ થતો હોવાનું જાણવા મળ્યું જેના આધારે વીજ અધિકારીઓએ તારણ કાઢીને પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા.

અહીં ડાયરેક્ટ વિજ પાવરને કટ કરીને હજારો યુનિટ વીજળીની ચોરી કરવામાં આવતી હતી. એટલું જ નહીં આ ચોરેલી વીજળી આસપાસના લોકોને આપીને કમાણી કરવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો છે. આ લોકો એટલા માથા ભારે છે કે ટોરેન્ટની ટીમને ઘરમાં ઘૂસવા ન દીધી, પરંતુ પોલીસે ત્રીજી આંખ બતાવી એટલે ટીમ અંદર જઈને ચેકિંગ કરી શકી.

આવા તો અનેક કેસમાં નજીર વોરા સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે ત્યારે કોર્ટ સમક્ષ કરેલા સરેન્ડર બાદ હવે નવા કાયદા હેઠળ તેની ગુનાઓની પાંખો જરૂર કપાઈ જશે તેમ લાગી રહ્યું છે.

Next Video