દબાણ અને ગેરકાયદે બાંધકામ સામે AMCની મેગા ડ્રાઈવ, ત્રણ મહિનામાં 1100 કરોડના 28 પ્લોટમાં થયેલા દબાણો દૂર કર્યા

|

Oct 09, 2021 | 6:25 PM

કોર્પોરેશન દ્વારા છેલ્લા 100 દિવસમાં 1100 કરોડ રૂપિયાના પ્લોટમાં ગેરકાયદે દબાણો અને બાંધકામો દૂર કરી ખુલ્લા કરવામાં આવ્યા છે.

દબાણ અને ગેરકાયદે બાંધકામ સામે AMCની મેગા ડ્રાઈવ, ત્રણ મહિનામાં 1100 કરોડના 28 પ્લોટમાં થયેલા દબાણો દૂર કર્યા
Ahmedabad Municipal Corporation has removed illegal constructions in 28 plots worth Rs 1,100 crore in three months

Follow us on

AHMEDABAD : છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડવાની અને કોર્પોરેશનની માલિકીના રિઝર્વ પ્લોટ પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.એસ્ટેટ અને ટીડીઓ ખાતા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..છેલ્લા ત્રણ મહિનામાં શહેરના વિવિધ ઝોનમાં આવેલા કોર્પોરેશનની માલિકીના 28 પ્લોટમાં થયેલા દબાણો દૂર કરી પ્લોટ ખાલી કરાવવામાં આવ્યા છે.

આ પ્લોટની કિંમત 1100 કરોડની છે.ત્રણ મહિનામાં 1100 કરોડના પ્લોટ ખાલી કરવી નોટીસ મારવામાં આવી છે.કોર્પોરેશનની માલિકીના અનેક રિઝર્વ પ્લોટૉ પર દબાણ થવાની ફરિયાદો મળી હતી.જેને લઈને પ્લોટમાં થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.આગામી દિવસોમાં આ તમામ પ્લોટની ફરતે કમ્પાઉન્ડિંગ વોલ પણ બનાવવામાં આવશે.જેથી પ્લોટમાં ફરીથી દબાણ ના થાય..આ ઉપરાંત દર મહિને પ્લોટનું મોનીટરીંગ કરવામાં આવશે.એસ્ટેટ વિભાગના સુપરવાઈઝરને સ્થળ તપાસ કરી પ્લોટની સ્થિતિ અંગે લોગબુકમાં એન્ટ્રી કરવી પડશે અને દર મહિને તેનો રિપોર્ટ રજૂ કરવો પડશે.

શહેરના મધ્ય ઝોનમાં શાહપુર, દરિયાપુર, કાલુપુર, જમાલપુર, રખિયાલમાં કોર્પોરેશન દ્વારા પ્લાન પાસ કે રજાચિઠ્ઠી વિના બાંધવામાં આવેલ 14 ગેરકાયદે બિલ્ડીંગો તોડી પાડવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા એક મહિનામાં 30 હજાર ચોરસ ફૂટ જેટલું ગેરકાયદે રેસિડેન્સીયલ અને કોમર્શિયલ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે, જ્યારે કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમાં 25 હજાર ચોરસ મીટર જેટલી જગ્યામાં થયેલા ગેરકાયદે દબાણો અને બાંધકામો દૂર કરી પ્લોટ ખુલ્લા કરવામાં આવ્યાં છે.જેમાં જમાલપુર વોર્ડમાં રાયખડ ગામતળમાં 1084 ચો. ફૂટ, ખડીયા વોર્ડમાં 4156 ચો.ફૂટ, દરિયાપુર વોર્ડમાં કાલુપુર ગામતળમાં 5220 ચો.ફૂટ જેટલા ગેરકાયદે રેસિડેન્સીયલ અને કોમર્શિયલ બંધકામો દૂર કર્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વસ્ત્રાલ વોર્ડમાં ટીપી 112માં ફાઇનલ પ્લોટ 49/1માં થયેલા 9741 ચોરસ મીટરમાં થયેલા દબાણ અને ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે..વસ્ત્રાલ વોર્ડ ટીપી 113માં ફાઇનલ પ્લોટ 228માં 2850 ચો.મીટરમાં થયેલ દબાણ દૂર કરાયું છે.ગોમતીપુર ટીપી 10માં ફાઇનલ પ્લોટ 123 અને 124માં 750 ચોરસ ફૂટ ગેરકાયદે બાંધકામ તોડી પ્લોટ ખુલ્લો કરાયો છે.વિરાટનગર વોર્ડમાં ટીપી 49માં ફાઇનલ પ્લોટમાં 2587 ચો.મીટર દબાણ દૂર કરાયું છે.

અમદાવાદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે જ્યાં પણ ગેરકાયદે બાંધકામ છે ત્યાં સાતે સાત ઝોનમાં કામગીરી કરવામાં આવી રહી છે.કોર્પોરેશન દ્વારા છેલ્લા 100 દિવસમાં 1100 કરોડ રૂપિયાના પ્લોટમાં ગેરકાયદે દબાણો અને બાંધકામો દૂર કરી ખુલ્લા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : બાળકોની ઓનલાઈન ગેમ માવતરને પડશે મોંઘી, OTP વગર પણ ખાતામાંથી પૈસા ઉપડી જશે

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્મા બે દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો રાજ્યની ભાજપ સરકાર વિશે શું કહ્યું

 

Next Article