Ahmedabad : ગોતામાં લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 80થી વધુ લોકોને ઝાડા-ઉલટી

અમદાવાદના ગોતા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 25 બાળકો સહીત 80 લોકોને ફૂડ પોઇઝનિંગની (food poisoning) અસર થવા પામી હતી. ફૂડ પોઇઝનિંગની અસર થતા, તમામને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા 25 બાળકો અને અન્ય 18 ને સોલા સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Ahmedabad : ગોતામાં લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 80થી વધુ લોકોને ઝાડા-ઉલટી
ગોતામાં ફૂડ પોઇઝનિંગની ઘટના
| Edited By: | Updated on: Jul 09, 2021 | 7:32 AM

Ahmedabad : ગોતામાં એક લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની(food poisoning) ઘટના સામે આવી છે, જેમાં 80થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટીની અસર થઇ છે. ફૂડ પોઈઝનિંગ થતા દર્દીઓને સોલા સિવિલમાં ખસેડયા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, લગભગ 80 થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ (food poisoning) થયું છે. જે પૈકી 25 બાળકો અને 18 મોટા લોકોને ફૂડ પોઇઝનિગમાં ઓબ્ઝર્વેશન માટે સોલા સિવિલમા સારવાર હેઠળ ખસેડાયા છે.

તો અન્ય ઘણા લોકોને ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ ખસેડાયા છે. લગ્ન પ્રસંગમાં બહાર ગામથી આવેલા જાનૈયાઓને ફૂડ પોઇઝનિગ (food poisoning) થયું હોવાનું પણ સામે આવ્યું છે. અત્યારે તમામની પરિસ્થિતિ સ્ટેબલ છે.

અમદાવાદના ગોતા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 25 બાળકો સહીત 80 લોકોને ફૂડ પોઇઝનિંગની (food poisoning) અસર થવા પામી હતી. ફૂડ પોઇઝનિંગની અસર થતા, તમામને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા 25 બાળકો અને અન્ય 18 ને સોલા સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Published On - 7:31 am, Fri, 9 July 21