Ahmedabad : કોટ વિસ્તારમાં વાનરનો આતંક, સ્થાનિકોએ વાનર પકડવા તંત્રને કરી માંગ

અમદાવાદમાં (Ahmedabad)ના કોટ વિસ્તારમાં (Kot Area ) વાનર આતંક જોવામળી રહ્યો છે. સ્થાનિકોએ વાનર પકડવા તંત્રને માંગ કરી છે.

Ahmedabad : કોટ વિસ્તારમાં વાનરનો આતંક, સ્થાનિકોએ વાનર પકડવા તંત્રને કરી માંગ
વાનરનો આતંક
| Edited By: | Updated on: Jul 14, 2021 | 12:27 PM

અમદાવાદમાં (Ahmedabad) ફરી એક વાર વાનર (monkey) આતંક સામે આવ્યો છે. અને તે પણ શહેરના કોટ વિસ્તારમાં (Kot Area ) કે જ્યાં સ્થાનિકો તો છે પણ બહારથી ખરીદી કરવા લોકો પણ આવે છે. જે તમામ હાલ ભય અનુભવી રહ્યા છે.

પાનકોર નાકા પાસે આવેલ પીર મહમદ શાહ દરગાહ પાસે રહેતા લોકોનો આક્ષેપ છે કે એક સપ્તાહમાં તેમના વિસ્તારમાં 40 જેટલા બનાવ બન્યા છે. જે 40 માંથી 15 થી વધુ લોકોને વાંદરા કરડયા તો કેટલાકનો બચાવ થયો. જે દરેક કરડેલ વ્યક્તિને 5 થી વધુ ટાંકા આવ્યા છે. જેમાં કોઈ વેપારી, કોઈ રાહદારી કે કોઈ બહારની વ્યક્તિનો સમાવેશ થાય છે.

સ્થાનિકોને જણાવ્યા પ્રમાણે વાંદરાની ટોળકી સવારે તેમના વિસ્તારમાં આવે છે. જેમાં કેટલાક વાંદરા શાંત રહે છે કે તો કેટલાક વાંદરા આતંક મચાવે છે. જેનાથી સ્થાનિકો પરેશાન છે.

રસ્તે ચાલતા લોકો કે વાહન પાર્ક કરતા લોકોને વાંદરો કરડતા સ્થાનિકોમાં ભય વ્યાપ્યો છે. એટલુ જ નહીં પણ રથયાત્રાના દિવસે એક હોમગાર્ડને પણ વાંદરો કરડ્યો હતો. જે વાંદરાના આતંક થી સ્થાનિકો અને વેપારીઓમાં ભય અનુભવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અશોક સિનેમા વાંદરાનો અડ્ડો છે. જ્યાંથી વાંદરાના ટોળા દરેક વિસ્તારમાં ફરે છે. જે ટોળામા આવતા વાંદરા માંથી બે થી પાંચ વાંદરા કરડતા હોવાના સ્થાનિકોનો આક્ષેપ છે.

સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે પીર મહમદ શાહ દરગાહ વિસ્તાર સાથે રતનપોળ તેમજ તેની સહિત આસપાસના વિસ્તારમાં વાનર આતંક છે. જેથી સ્થાનિકો આતંક મચાવનાર વાંદરા જલ્દી પકડાય તેવી માંગ કરી છે.

આ અગાઉ પૂર્વ વિસ્તાર તેમજ પશ્ચિમ વિસ્તારમાં પણ કેટલાક સમય પહેલા વાનર આતંક સામે આવ્યો હતો. જેમાં કેટલાક લોકો ઘવાયા પણ હતા. જ્યાં વાનર પકડનારી ટીમે રેસ્ક્યુ કરી વાનરને પકડતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી. ત્યારે પીર મહમદ શાહ દરગાહ વિસ્તારમાં પણ તે જ માંગ ઉઠી છે. જેથી આતંક મચાવનાર વાનર જલ્દી પકડાય અને લોકોનો ભય દૂર કરીને સ્થાનિકો સાથે બહારથી આવતા લોકોને સુરક્ષિત અનુભવ કરી શકાય.

Published On - 12:25 pm, Wed, 14 July 21