પશ્ચિમ રેલવે (Western Railway) નું અમદાવાદ (Ahmedabad) મંડળ તેની આવક વધારવા માટે શક્ય તેટલા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. અને તેની ગતિ જાળવી રાખી છે. મંડળ રેલ પ્રબંધક તરુણ જૈનના સક્ષમ નેતૃત્વ હેઠળ, અમદાવાદ મંડળે 25 જૂન, 2022ના રોજ 86 દિવસમાં કુલ રૂ. 1900 કરોડની આવકનો આંકડો પાર કરી લીધો. જે ગયા વર્ષના સમાન સમયગાળાની રૂ. 1239.73 કરોડની સરખામણીએ 54% વધુ છે. અમદાવાદ મંડળે આ 86 દિવસમાં ફ્રેટ લોડિંગ (Freight loading) આવકમાં રૂ. 1600 કરોડનો આંકડો પૂરો કરીને એક રેકોર્ડ બનાવ્યો છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં 1124.89 કરોડ જેમાં 42.53% નો વધારો થયો છે.
મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને માહિતી આપી હતી. કે મંડળની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના સક્રિય માર્કેટિંગ પ્રયાસો અને નીતિઓમાં ધરખમ ફેરફારોને કારણે આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળતા મળી છે.
મંડળ રેલ પ્રવક્તા અમદાવાદએ માહિતી આપતા જણાવ્યું કે, વિવિધ ક્ષેત્રોમાં બોર્ડ દ્વારા નીતિઓમાં મોટા ફેરફારો અને મહત્તમ માર્કેટિંગ પ્રયાસોને પરિણામે આવકમાં સતત વધારો થયો છે. અમદાવાદ મંડળમાં, 25 જૂન 2022ના રોજ ગાંધીધામ વિસ્તારમાંથી 2716 વેગન લોડ કરવામાં આવ્યા હતા, જે અત્યાર સુધીમાં એક દિવસનું મહત્તમ લોડિંગ છે. જે 21 જૂન 2022ના અગાઉના શ્રેષ્ઠ લોડિંગ 2683 વેગન કરતાં 33 વેગન વધુ છે
આ દરમિયાન મંડળના ગાંધીધામ વિસ્તારમાંથી 25 જૂન 2022ના રોજ કુલ (56 રેક/2716 વેગનમાં), ખાતર નાં (14 રેક/732 વેગન), મીઠું (5 રેક/210 વેગન), કોલસો (10 રેક/585) વેગન), સોયા તેલ (1 રેક/42 વેગન), એલપીજી (1 રેક/31 વેગન), સ્ટીલ પાઇપ (1 રેક/46 વેગન), બેન્ટોનાઈટ પાવડર (1 રેક/45 વેગન) અને કન્ટેનર (23 રેક/1025 વેગન) લોડ કરવામાં આવ્યા હતા.
ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી મંડળના ઝાંસી-કાનપુર સેન્ટ્રલ સિંગલ લાઇન સેક્શન પર પામાં -રસુલપુર ગોગુમઉ-ભીમસેન સ્ટેશનો વચ્ચે ડબલિંગ સાથેના નોન -ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-દરભંગા સાપ્તાહિક વિશેષ અને ગાંધીનગર કેપિટલ-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો રદ્દ રહેશે.