Ahmedabad: આવાસ યોજનાના મકાનોના બારોબાર સોદા કરી કરોડો રૂપિયાનું રેકેટ ચલાવનાર મુખ્ય આરોપી યુપીથી પકડાયો

|

Feb 13, 2022 | 5:06 PM

મુખ્ય આરોપી મોહમ્મદ શેખ આવાસમાં રહેતા લોકોને મકાન ખાલી કરાવવા માટે રખિયાલમાં રહેતા લુખ્ખા તત્વો અને આગેવાનોને સાથે રાખતો હતો. લુખ્ખા તત્વો અને આગેવાનોને મકાન ખાલી કરવવા બદલ કમિશન આપતો હતો

Ahmedabad: આવાસ યોજનાના મકાનોના બારોબાર સોદા કરી કરોડો રૂપિયાનું રેકેટ ચલાવનાર મુખ્ય આરોપી યુપીથી પકડાયો
આવાસ યોજનાના મકાનોના બારોબાર સોદા કરી કરોડો રૂપિયાનું રેકેટ ચલાવનાર મુખ્ય આરોપી યુપીથી પકડાયો

Follow us on

સરકાર દ્વારા ગરીબોને રહેવા માટે બનાવેલ આવાસ યોજના (housing scheme) ના મકાનો નો બારોબાર સોદા કરી કરોડો રૂપિયાનું રેકેટ (racket) ચલાવનાર મુખ્ય આરોપી સહિત બેની યુપીથી કરી ધરપકડ કરાઈ છે. રખિયાલ પોલીસ (Police) ચિટિંગ કેસમાં મુખ્ય આરોપી સહિત 3 આરોપી ધરપકડ કરી છે. આ કૌભાંડમાં અગાઉ પણ 3 આરોપી (accused) ની ધરપકડ થઈ ચૂકી છે.

આવાસ યોજના મકાન નામે ઠગાઈ કરનાર મુખ્ય આરોપી મોહમ્મદ ફૈઝ મોહમ્મદ નીયાઝ શેખ અને જફરખાન ઉર્ફે જફર બાટલી જબ્બાર ખાન પઠાણ પોલીસની પકડમાં આવી ગયા છે. આ આરોપીએ ગરીબોના પૈસા લઈ મકાન આપવાના સપના બતાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે.

સમગ્ર રેકેટની વિગતવાર વાત કરીએ તો આરોપી મોહમ્મદ શેખે નકલી પોલીસ અધિકારી બનીને રખિયાલના આવાસના મકાનોને સસ્તા ભાવે આપવાનું કહી ગરીબો પાસેથી કરોડો રૂપિયા સેરવી લીધા હતા. મુખ્ય આરોપી મોહમ્મદ શેખ આવાસમાં રહેતા લોકોને મકાન ખાલી કરાવવા માટે રખિયાલમાં રહેતા લુખ્ખા તત્વો અને આગેવાનોને સાથે રાખતો હતો. લુખ્ખા તત્વો અને આગેવાનોને મકાન ખાલી કરવવા બદલ કમિશન આપતો હતો. આવી જ રીતે આરોપી જફરખાન પઠાણને મકાન ખાલી કરાવવા માટે કમિશન નક્કી કર્યું હતું જેણે 7 થી વધુ મકાન ખાલી કરાયા હતાં.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મુખ્ય આરોપી મોહમંદ શેખની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી કોર્પોરેશનમાંથી ખાલી મકાનોનું લીસ્ટ મેળવી લેતો હતો. જેમાં રખિયાલ આવાસના 270થી વધુ મકાનમાં 36 મકાનો ખાલી હતાં. જે ખાલી મકાનમાં રહેતા લોકોને ખોટી નોટિસો ફટકારી અને લુખ્ખા તત્વોને સાથે રાખીને મકાન ખાલી કરાવતો હતો.

અગાઉ પકડાયેલ આરોપી મહોમ્મદ શહીદ અને દુર્ગા ગોસ્વામી તથા નાઝીયા અંસારી નકલી કોર્પોરેશનના અધિકારી બનીને ગરીબોને ડરાવતા હતા. જે બાદ પકડાયેલ જફરખાન પઠાણ પોતાના માણસો મોકલી મકાન ખાલી કરાવતો હતો. જે 10 લાખના મકાનો સસ્તા ભાવમાં આપી ગરીબો સાથે દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરીને ફરાર થઈ ગયા હતા.

મકાનો ખાલી કરવાનું કામ કરનાર આરોપી જફરખાન પઠાણ વિરુદ્ધમાં અનેક ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. જો કે જફરખાનનો સગો ભાઈ અલ્તાફ બાસી પણ ગુનેગાર છે જે હાલ અલ્તાફ માનીતા અધિકારીનો બાતમીદાર બની ગયો છે. પરતું આ કેસમાં ગરીબોના પૈસા ચાઉ કરનારાની એક પછી એક તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે..

હાલ તો પોલીસે આ સમગ્ર કેસમાં બે મહિલા શહીત 6 આરોપીઓની ધરપકડ કરી મુખ્ય આરોપીના રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે. પકડાયેલ મુખ્ય આરોપી આ જ રીતે અનેક સાથે ચિટીંગ કરી હોવાથી કારંજ અને વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જોકે આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ અને કોર્પોરેશનના કર્મચારી કે અધિકારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: બે બાળકોના પિતાને ઓનલાઈન ચેટિંગ એપ પર મિત્રતા કરવી લાખોમાં પડી, જાણો કઈ રીતે ખેલાયો આખો ખેલ

આ પણ વાંચોઃ રાજકોટ : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા એઇમ્સની મુલાકાતે, હજુ બે વેક્સિન આવવાની શકયતા હોવાનું મંત્રીનું નિવેદન

Published On - 5:04 pm, Sun, 13 February 22

Next Article