AHMEDABAD : ફરજિયાત રસીકરણના કારણે AMCને રોજનું 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન

|

Sep 24, 2021 | 6:27 AM

Compulsory Vaccination : વધુમાં વધુ રસીકરણ થાય એ દિશામાં અમદાવાદ મહાનગરપાલિકા ફરજિયાત રસીકરણ માટે એક પછી એક નિર્ણય લઇ રહી છે.

AHMEDABAD : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્થળો ઉપરાંત હવે હોટેલ અને રેસ્ટોરન્ટમાં પણ કોરોન રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે.અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રસીકરણ ફરજીયાત કરવાના નિર્ણયથી રસીકરણ વધ્યું છે, પણ આ નિર્ણયને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રોજના 5થી 7 લાખ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. આમાં સૌથી વધુ નુકસાન જાહેર બસ સેવા AMTS અને BRTSને થઇ રહ્યું છે.

આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોતે જણાવ્યું કે ફરજિયાત રસીકરણના નિર્ણયથી નુકસાન થશે તે પોસાશે પણ રસીકરણ જરૂરી છે. તમામ કોર્પોરેટરોને વોર્ડમાં 100 ટકા રસીકરણ કરાવવા સૂચના આપવામાં આવી છે અને આ માટે તેઓ કામ કરશે.

તો, બીજી બાજુ વેક્સીનેશન સર્ટિફિકેટ વિના કોર્પોરેશનની પ્રોપર્ટીમાં પ્રવેશ બંધી બાદ રેસ્ટોરન્ટ્સમાં પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફરજિયાત રસીકરણની દિશામાં કરવામાં આવેલા આ નિર્ણયને હોટલ-રેસ્ટોરન્ટ એસોસિએશને ટેકો જાહેર કર્યો છે. શહેરમાં 100 ટકા વેકસીનેશન માટે AMCના પ્રયાસમાં હોટલ ઉદ્યોગોનો સહકાર મળશે.

ઉલ્લેખનીય છે કે વેક્સિનેશન (Vaccination) વગર કોર્પોરેશનની પ્રોપર્ટીમાં પ્રવેશ પર પ્રતિબંધ યથાવત છે. હવે અમદાવાદની હોટલ અને રેસ્ટોરન્ટમાં (Hotels and restaurants) પણ જો પ્રવેશ લેવો હશે તો વેક્સિન સર્ટીફિકેટ (Vaccine Certificate) બતાવવું પડશે. વેક્સિનનો એક પણ ડોઝ નહીં લીધો હોય અને ઉંમર 18 વર્ષથી વધુ હશે તો પ્રવેશ નહીં મળે. એટલું જ નહીં બીજા ડોઝની તારીખ જતી રહી હોય અને ડોઝ ના લીધો હોય તો પણ હોટલ અને રેસ્ટોરન્ટમાં પ્રવેશ નહીં મળે.

આ પણ વાંચો : ભારતીય સેના જલ્દી જ 118 Arjun Mk-1A ટેન્કથી થશે સજ્જ, રક્ષા મંત્રાલયે HVFને આપ્યો ઓર્ડર

Next Video