AHMEDABAD: સનાથલ પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા LEOPARDનું મોત
AHMEDABAD: સરખેજ-ગાંધીનગર હાઈવે પર સનાથલ ક્રોસ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું (LEOPARD) મોત નીપજ્યું હતું.
અમદાવાદના(AHMEDABAD) સરખેજ-ગાંધીનગર (SARKHEJ-GANDHINAGAR) હાઈવે પર સનાથલ ક્રોસ રોડ પર રવિવારે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું (LEOPARD) મોત નીપજ્યું હતું.
મૃત દીપડાને(LEOPARD) થલતેજ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. શહેરી વિસ્તારમાં દીપડો દેખાતા ફોરેસ્ટ વિભાગ પણ એલર્ટ થયો છે. દીપડાની હાજરીને લઈને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી. અમદાવાદ શહેર નજીક દીપડાની હાજરી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.