AHMEDABAD : જ્વેલરીમાં હોલમાર્કિંગ યુનિક ID ફરજીયાત કરવા સામે વેપારીઓમાં રોષ, 10 હજાર જેટલા જવેલર્સ હડતાળ કરશે

|

Aug 22, 2021 | 1:29 PM

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક આઈડીના અમલીકરણના વિરોધમાં દેશભરના જ્વેલર્સ ટોકન હડતાળ પર જશે. 23મીને સોમવારે અમદાવાદના નાના-મોટા 10 હજાર જ્વેલર્સ આ હડતાળમાં જોડાશે.

AHMEDABAD : જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક ID ફરજીયાત કરવા સામે વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે.બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક આઈડીના અમલીકરણના વિરોધમાં દેશભરના જ્વેલર્સ ટોકન હડતાળ પર જશે. 23મીને સોમવારે અમદાવાદના નાના-મોટા 10 હજાર જ્વેલર્સ આ હડતાળમાં જોડાશે. અમદાવાદના જ્વેલર્સ એસોસિએશને સરકારની નવી હોલમાર્કિંગ પ્રક્રિયાનો વિરોધ કરી HUID ને એક વિનાશક પ્રક્રિયા ગણાવી છે. તેમજ ટાસ્ક ફોર્સનો ઉદ્દેશ દેશભરમાં ફરજિયાત હોલમાર્કિંગનો સરળ અમલ સુનિશ્ચિત કરવાનો છે.પરંતુ BIS એ જેમ અને જ્વેલરી ઉદ્યોગ સાથે મહેસૂલ વિભાગની બાબતોને જટિલ અને અવ્યવહારુ બનાવવાનો વેપારીઓને આરોપ છે.

16 જૂનથી તબક્કાવાર રીતે ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારે પ્રથમ તબક્કાના અમલીકરણ માટે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 256 જિલ્લાઓની ઓળખ કરી છે. કિંમતી ધાતુની શુદ્ધતાનું પ્રમાણપત્ર એટલે કે હોલમાર્કિંગ 16 મી જૂન પહેલા સ્વૈચ્છિક હતું. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના ડિરેક્ટર જનરલ પ્રમોદ કુમાર તિવારીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મેં સાંભળ્યું છે કે કેટલાક યુનિયનોએ હડતાલનું એલાન કર્યું છે. હડતાલ શા માટે? સરકાર હિસ્સેદારો દ્વારા ઉઠાવવામાં આવેલા દરેક મુદ્દાને સાંભળી રહી છે. હડતાલનો વિચાર બિનજરૂરી છે.

19 ઓગસ્ટના રોજ ઉદ્યોગના સભ્યો સાથેની બેઠકમાં,બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના ડિરેક્ટર જનરલ પ્રમોદ કુમાર તિવારીએ જણાવ્યું હતું કે ઘણા જ્વેલર્સ સંગઠનોએ હડતાલનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ નવી HUID સિસ્ટમને ટેકો આપે છે કારણ કે તે દેશના નાના અને મધ્યમ બુલિયન વેપારીઓને માટે બ્રાન્ડ નામ બની ગયું છે.

આ પણ વાંચો : SURENDRANAGAR : પથ્થરની ખાણની આડમાં બાયોડીઝલનો ગેરકાયદે વેપાર, સાડા સાત લાખનો મુદ્દામાલ જપ્ત

Published On - 1:27 pm, Sun, 22 August 21

Next Video