Ahmedabad: 4 ફૂટની મૂર્તિ સાથે ગણેશોત્સવની મંજૂરી મળતા માટીની મૂર્તિની વધી ડિમાન્ડ, POP મૂર્તિકારોની હાલત કફોડી?

|

Aug 01, 2021 | 5:46 PM

ગણેશ પંડાલોના આયોજકો દ્વારા આ વખતે માટીની મૂર્તિની જ સ્થાપના કરવા નક્કી કરાયું. માટીની મૂર્તિ pop કરતા મોંઘી હોવા છતાં ઘરે વિસર્જન કરવાને લઈને પસંદગી કરાઈ રહી છે.

Ahmedabad: 4 ફૂટની મૂર્તિ સાથે ગણેશોત્સવની મંજૂરી મળતા માટીની મૂર્તિની વધી ડિમાન્ડ, POP મૂર્તિકારોની હાલત કફોડી?
ahmedabad

Follow us on

કોરોનાકાળમાં દરેક લોકો માનસિક રીતે તૂટી ગયા તો આર્થિક રીતે ભાંગી પડ્યા છે. તેવામાં કેસ ઘટતા લોકો છૂટછાટ મળશે તેની રાહ જોતા હતા અને તે છુટ મળી સાથે જ તહેવારોમાં પણ હવે છૂટછાટ મળી રહી છે. ત્યારે રથયાત્રા બાદ હવે ગણેશોત્સવને (Ganeshotsav) સરકારે 4 ફૂટની મૂર્તિ સાથે ઉજવણી કરવા છૂટછાટ આપી છે. જે છૂટછાટ આપતા જ ગણેશ મૂર્તિની ડિમાન્ડ વધી છે. જોકે તેમાં માટીની મૂર્તિની ડિમાન્ડ વધી છે. જેમાં માટીની મૂર્તિમાં 15 ટકા જેટલું બુકીંગ વધ્યું, જ્યારે POP મૂર્તિમાં બુકીંગ નહિવત નોંધાયું છે.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉલ્લેખનીય છે કે માટીની મૂર્તિના મટીરીયલના ભાવ વધવા છતાં મૂર્તિની ડિમાન્ડ વધી છે. જેમાં ઘરમાં સ્થાપના કરી ઘરમાં જ વિસર્જન કરવાને લઈને ડિમાન્ડ વધી હોવાનું હાલ તારણ છે. મીઠાખડી વિસ્તારમાં મૂર્તિ બનાવનાર મૂર્તિકાર વિજય નાઈક જે 25 વર્ષ કરતા વધુ સમયથી માટીની મૂર્તિ બનાવે છે, તેમનું નિવેદન છે કે ગત વર્ષે 1,100 મૂર્તિનું બુકીંગ થયું હતું. જ્યારે આ વર્ષે હાલ સુધી 1,200 મૂર્તિનું બુકીંગ થયું તો વધારાના બુકીંગ કરવાના બંધ કરી દીધા છે.

 

 

કેમ કે કોરોનાને લઈને ભાવમાં અસર તેમજ ઓછા કારીગરો હોવા છતાં ડિમાન્ડને પહોંચી વળવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે. તહેવાર વચ્ચે ઓછો સમય હોવા છતાં વધુ ઓર્ડર નહીં લઈને ડિમાન્ડને પહોંચી વળવા  મૂર્તિકાર વિજય નાઈકનો પ્રયાસ છે. જેમાં 3 ફૂટની મૂર્તિની સૌથી વધુ ડિમાન્ડ હોવાથી તેના પર વધુ કામ ચાલતું હોવાનું માટી મૂર્તિકારે નિવેદન આપ્યું હતું.

 

ત્યારે ગણેશ પંડાલોના આયોજકો દ્વારા આ વખતે માટીની મૂર્તિની જ સ્થાપના કરવા નક્કી કરાયું. માટીની મૂર્તિ pop કરતા મોંઘી હોવા છતાં ઘરે વિસર્જન કરવાને લઈને પસંદગી કરાઈ રહી છે. આયોજકોનું માનવું છે કે જ્યાં સ્થાપના ત્યાં જ વિસર્જન કરવાને લઈને માટીની મૂર્તિ યોગ્ય છે. જેથી મોટાભાગે આયોજકો માટીની મૂર્તિની સ્થાપના કરવા નક્કી કર્યું. મહત્વનું છે કે દર વર્ષે 4 લાખ મૂર્તિ સ્થાપન થાય છે. જેમાં ગત વર્ષે 90 ટકા મૂર્તિ માટીની મૂર્તિની સ્થાપના થઈ, જે આ વર્ષે આંક વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

 

 

બીજી તરફ માટીની મૂર્તિની ડિમાન્ડ વધતા અને pop મૂર્તિની ડિમાન્ડ ઘટતા popના મૂર્તિકરોની હાલત કફોડી બની છે. 2012ના નવા નિયમ પ્રમાણે pop મૂર્તિના ઉપયોગ પર પ્રતિબંધ લદાતા ઘટેલી ડિમાન્ડ સાથે આ વર્ષે લોકોએ પણ pop મૂર્તિ નહીં ખરીદતા popના મૂર્તિકારોની હાલત કફોડી થઈ છે.

 

 

ગુલબાઈ ટેકરા ખાતે 5 હજાર, જ્યારે અમદાવાદના 10 હજાર મૂર્તિકારોની હાલત કફોડી બનતા Pop મૂર્તિકારોએ સરકાર પાસે pop મૂર્તિને મંજૂરી આપવાની માંગ કરી છે અને જો pop મૂર્તિની મંજૂરી ન આપે તો માટીની મૂર્તિ માટે યોગ્ય તાલીમ અને સામગ્રી આપવા માંગ કરી છે. સાથે જ છેલ્લા કેટલાક વર્ષથી popના મૂર્તિકારોની હાલત ખરાબ હોવાનું જણાવી બહારના રાજ્યમાંથી આવતા ઓર્ડર પણ આ વખતે નહીં મળ્યાનું મૂર્તિકારો જણાવી, આ વર્ષે હાલત સૌથી વધુ કફોડી બની હોવાનું જણાવી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

 

આ પણ વાંચો : Junagadh: ભારે પવનને કારણે સતત છઠ્ઠા દિવસે ગિરનાર રોપવે બંધ, પવનનો વિડીયો થયો વાયરલ

 

આ પણ વાંચો : ગુજરાતમાં વેપારીઓ માટે ફરજિયાત રસીકરણની મુદત લંબાવાઇ, વેપારી સંગઠનોએ નિર્ણયને આવકાર્યો

Next Article