Ahmedabad : મ્યુકરમાઇકોસિસના કેસમાં થયો વધારો, 24 કલાકમાં નોંધાયા 25 કેસ

|

Jun 18, 2021 | 9:33 AM

Ahmedabad : અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ ઓછું થયું છે. ગુજરાતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ભરડો લીધો છે.

Ahmedabad : અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ ઓછું થયું છે. ગુજરાતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ભરડો લીધો છે. અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ ઓછું થયું છે તો મ્યુકોરમાઇકોસિસએ ચિંતા વધારી દીધી છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કેસમાં વધારો થયો છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં મ્યુકોરમાઇકોસિસના 25 કેસ નોંધાયા છે.  ગત અઠવાડિયા કરતા  આ અઠવાડિયા કેસમાં વધારો થયો છે. આ સાથે 1 દર્દીનું મોત નીપજ્યું છે. જયારે 14 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. હાલ સિવિલમાં આ રોગના 260 દર્દી દાખલ છે. દરરોજ 15થી વધુ દર્દીઓની સર્જરી કરવામાં આવે છે. તો છેલ્લા 40 દિવસમાં 560થી વધુ લોકોની સર્જરી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, મ્યુકરમાઇકોસિસ ફક્ત કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓને નથી થતો પરંતુ જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, ડાયાબિટીસ કંટ્રોલમાં ન હોય અને અન્ય કોઈ ગંભીર રોગ હોય તેઓને પણ આ રોગ થવાની શક્યતા છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 47 કેસ નોંધાયા છે. 2 દર્દીઓના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 103 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હજુ પણ કોરોનાના 1282 એક્ટિવ કેસ છે.

Next Video