Ahmedabad : “આ રીતે મહિલાઓની સંખ્યા ઘટશે તો બહેનોએ ઘરે તાળું મારીને બેસવું પડશે” : પાટીલ

|

Jul 13, 2021 | 5:27 PM

પાટીલે કહ્યું કે આ રીતે દીકરીઓની સંખ્યા ઘટશે તો તેમને પોતાની સલામતી માટે ઘરમાં તાળું મારીને બેસવું પડશે. તેમણે કહ્યું કે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સુકન્યા સમૃદ્ધિ જેવી સરકારી યોજનાઓનો લાભ લેવાનું ચાલું કરવું પડશે.

Ahmedabad : રાજ્યમાં દીકરીઓની ઘટી રહેલી સંખ્યાને લઈ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે- આ રીતે દીકરીઓની સંખ્યા ઘટશે તો તેમને પોતાની સલામતી માટે ઘરમાં તાળું મારીને બેસવું પડશે. તેમણે કહ્યું કે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સુકન્યા સમૃદ્ધિ જેવી સરકારી યોજનાઓનો લાભ લેવાનું ચાલું કરવું પડશે.

તેમણે કહ્યું કે પહેલા દીકરીના લગ્ન વખતે દીકરીના પરિવાર દ્વારા દહેજ આપવામાં આવતું હતું. પણ હવે સ્થતિ બદલાઈ રહી છે. હવે દીકરીઓની સંખ્યા ઓછી થઈ રહી હોવાને કારણે હવે દીકરાના પરિવાર દ્વારા દીકરીના પિતાને પૈસા આપવા પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. મહત્વનું છે કે સીઆર પાટિલના હસ્તે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ચોપડા વિતરણનો કાર્યક્રમ હતો. જેમાં ભાષણ આપતા તેમણે કાર્યકરોને પણ અપીલ કરી હતી કે તેઓ સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાઓનો લોકોને લાભ અપાવે.

 

Next Video