AHMEDABAD : અંડરગ્રાઉન્ડ પાઈપ લાઈનના કામથી સ્થાનિક રહીશોના ફ્લેટમાં તિરાડોની ફરિયાદ

|

Jul 29, 2021 | 6:42 AM

ખોખરાના રહીશો છેલ્લા કેટલાય સમયથી બિસ્માર રસ્તાથી તો પરેશાન છે જ, હવે કોર્પોરેશને અંડરગ્રાઉન્ડ પાઈપ લાઈનનું કામ શરૂ કર્યું છે જેને લઈને સ્થાનિક રહીશોના ફ્લેટમાં તિરાડો પડેલી જોવા મળી છે.

AHMEDABAD : સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં છેવાડાના વિસ્તારોમાં હંમેશા અન્યાય થતો હોવાની ફરિયાદો જોવાતી આવી છે. વોર્ડ હોય કે ઝોનનો છેડાનો વિસ્તાર, કોર્પોરેશન સદંતર અવગણના જ કરે છે. અમદાવાદના ખોખરા વિસ્તારના રહીશોની પણ આ જ સ્થિતિ છે.ખોખરાના રહીશો છેલ્લા કેટલાય સમયથી બિસ્માર રસ્તાથી તો પરેશાન છે જ, હવે કોર્પોરેશને અંડરગ્રાઉન્ડ પાઈપ લાઈનનું કામ શરૂ કર્યું છે જેને લઈને સ્થાનિક રહીશોના ફ્લેટમાં તિરાડો પડેલી જોવા મળી છે. સ્વાભાવિક છે રહીશોમાં ભય છે..આ ઓછું હોય તેમ પોતાના ઘરની બહાર બાજુના જ પ્લોટમાં કોર્પોરેશન દ્વારા ડમ્પિંગ સાઇટ બનાવાતા સ્થાનિક રહીશોએ તેનો પણ વિરોધ કર્યો છે.અનેક રજૂઆતો છતાં પાલિકાના અધિકારીઓ કાને ધરતા જ નથી.કંટાળેલા રહીશોએ હવે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો : AHMEDABAD : વહુ સામે સાસુએ કરી વિચિત્ર અરજી, હાઈકોર્ટે અરજી ફગાવી સાસુને 10 હજારનો દંડ ફટકાર્યો

આ પણ વાંચો : Gujarat હાઇકોર્ટે ધોરણ 10ના ગણિતના માર્ક ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ધ્યાને લેવાની અરજી ફગાવી, ધોરણ 12ના પરિણામનો માર્ગ મોકળો

Published On - 6:42 am, Thu, 29 July 21

Next Video