Ahmedabad: રૂપિયા 5400 કરોડના કથિત હવાલા કૌભાંડ કેસમાં આરોપી અફરોઝ ફટ્ટાને હાઈકોર્ટે આપી રાહત

|

May 24, 2022 | 1:16 PM

સુરત નિવાસી કથિત વેપારી અફરોઝ ફટ્ટા અને તેની બહેન ફોઝીયાના ઘર તથા અન્ય સ્થળોએ ઇડીના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડનો પર્દાફાશ કરીને હવાલા કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

રૂપિયા 5400 કરોડના કથિત હવાલા કૌભાંડ (hawala scam) ના કેસમાં હાઇકોર્ટે (High court) ચુકાદો આપ્યો છે. જેમાં આરોપી અફરોઝ ફટ્ટાને હાઈકોર્ટે રાહત આપી છે. હાઈકોર્ટે રાજ્યસરકારની અરજી ફગાવી દીધી છે અને અફરોઝ ફટ્ટાની હવાલા કૌભાંડમાં કોઈ ભૂમિકા નહીં હોવાની રજૂઆત હાઇકોર્ટે સ્વીકારી છે. ખોટા ડોક્યુમેન્ટ સહિતના જે દાવા હતા તે કોઇ ફળીભૂત થયા ન હોવાનું પણ હાઇકોર્ટે જણાવ્યું છે. આમ અફરોઝ ફટ્ટાને દોષમુક્ત કરવાના સેશન્સ કોર્ટના હુકમને હાઇકોર્ટે યથાવત રાખ્યો છે. કુલ 5400 કરોડથી વધુના હવાલા મામલે અફરોઝ ફટ્ટા સામે PMLA એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.

ઈડીનાં દરોડામાં પાછલા વર્ષોમાં સુરત નિવાસી કથિત વેપારી અફરોઝ ફટ્ટા અને તેની બહેન ફોઝીયાના ઘર તથા અન્ય સ્થળોએ ઇડીના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડનો પર્દાફાશ કરીને હવાલા કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ઈડીએ અફરોઝની સામે કેસ દાખલ કરી જેલના હવાલે કર્યો હતો. આ કેસમાં અફરોઝ ફટ્ટાને સેશન્સ કોર્ટે રાહત આપતાં સરકારે હોઈકોર્ટમાં અરજી કરી હતી.

આ ઉપરાંત ઇડીએ પણ કોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરી અફરોઝની ૭૯ જેટલી કંપનીઓના માલિકોને સમન્સ પાઠવવા દાદ માગી છે. અગાઉ કોર્ટે આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર રહેવા માટે આદેશ કર્યો હતો. જોકે તેમ છતાં તેઓ હાજર ન રહેતા તેમને સામો વોરંટ પાઠવવા માટે ઇડીએ માગ કરી હતી. જોકે તે અરજી કોર્ટે ફગાવી દેતા તેમની સામે સમન્સ પાઠવવા માટે માગ કરવામાં આવી હતી.

Next Video