AHMEDABAD : ભૂગર્ભજળ ઉલેચી વેપાર કરનારાઓ સામે HCની લાલ આંખ, રાજ્ય સરકારને કાયદો ઘડવા આદેશ

|

Jul 30, 2021 | 9:04 AM

Gujarat HC : હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં રાજ્ય સરકારને કેન્દ્રના જળશક્તિ મંત્રાલય મુજબ કાયદો ઘડવા આદેશ કર્યો.સાથે જ ગેરકાયદે પાણીનો કાળો કારોબાર કરનારા સામે કાર્યવાહીની ટકોર પણ કરી છે.

AHMEDABAD : ગુજરાત હાઇકોર્ટે ભૂગર્ભ જળની જાળવણી માટે રાજ્ય સરકાર કાયદો ઘડવા ફરમાન કર્યું છે. ભૂગર્ભ જળસપાટીને નુકસાન પહોંચાડી ગેરકાયદે પાણીનો વેપાર કરવા મુદ્દે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. કોર્ટે ભૂગર્ભ જળસપાટીને નુકસાન કરી પાણીનો વેપલો કરનારાઓ સામે લાલ આંખ કરી છે અને રાજ્ય સરકારને આ નાગે કાયદો ઘડવા મહત્વપૂર્ણ આદેશ કર્યો. હાઇકોર્ટે કહ્યુ કે પ્રાકૃતિક જળસ્ત્રોતની જાળવણી કરવી આવશ્યક છે. કોર્ટનું માનવું છે કે ખાનગી પાણીનો બોર હોય એનો અર્થ એ નથી કે મનફાવે તેમ પાણીનો ઉપયોગ થાય. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં રાજ્ય સરકારને કેન્દ્રના જળશક્તિ મંત્રાલય મુજબ કાયદો ઘડવા આદેશ કર્યો.સાથે જ ગેરકાયદે પાણીનો કાળો કારોબાર કરનારા સામે કાર્યવાહીની ટકોર પણ કરી છે.

આ પણ વાંચો : NAVSARI : રસીકરણ કેન્દ્રો પર મોદી રાતથી જ લોકોની લાઈન, ઓનલાઇન નોંધણી ન થતા ભારે હાલાકી

આ પણ વાંચો : KHEDA : નડિયાદમાં ટ્રકની પાછળ બાઈક ઘૂસ્યું, બાઈકચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ 

Next Video