AHMEDABAD : ગુજરાત બોટલિંગ પાસે ખાડો ખોદતા ગેસ પાઈપ લાઈનને ક્ષતિ, પાણી ઉછળી ઉછળી ને બહાર આવ્યું

|

Jul 18, 2021 | 7:16 AM

આ બનાવની ગેસ કંપનીને જાણ કરવામાં આવી હતી અને પાણી બંધ થતા ક્ષતિ પહોંચેલ ગેસ લાઈન રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મુખ્યમાર્ગ પર ખોદવામા આવેલ ખાડાને લઈને પખવાડિયાથી ચાલી રહેલા કામને લીધે ગેસ પાઈપલાઈનને નુકશાન થતા તેની અસર જોવા મળી હતી.

AHMEDABAD : ગુજરાત બોટલિગ પાસે નાગરવેલ હનુમાન પાસે 132 ફુટ મોડેલ રોડ પર AMC દ્વારા ખોદવામાં આવતા ત્યાંથી પસાર થતી ગેસ પાઈપ લાઈનને ક્ષતિ પહોંચી હતી.ગેસ પાઈપલાઈનમાં ભંગાણ થતા ખાડામાં ભરાયેલું પાણી ઉછળીને બહાર આવતું હતું, જે જોઈએ રાહદારીઓમાં કુતુહલ ઉભું થયું હતું. જો કે આ બનાવની ગેસ કંપનીને જાણ કરવામાં આવી હતી અને પાણી બંધ થતા ક્ષતિ પહોંચેલ ગેસ લાઈન રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મુખ્યમાર્ગ પર ખોદવામા આવેલ ખાડાને લઈને પખવાડિયાથી ચાલી રહેલા કામને લીધે ગેસ પાઈપલાઈનને નુકશાન થતા તેની અસર જોવા મળી હતી. AMC અને ગેસ કંપનીના અધિકારીઓ વચ્ચે સંકલન ન હોવાથી અને ગેસ પાઈપલાઈન પસાર થતી હોય ત્યાંથી ખોદકામ કરવાને કારણે ભંગાણ સર્જાયું હતું.

Next Video