
સરકારની સ્કીમ છે પ્રધાનમંત્રી આવાસ યોજના. આ યોજનાના નામે પણ કેટલાંક ગઠીયાઓ લોકોને શિકાર બનાવે છે. ઘર દરેકનું સપનું હોય છે અને આવી લાલચમાં લોકો છેતરાતાં હોય છે. અમદાવાદમાં પણ આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિવારને 12 લાખ રુપિયાનો ચૂનો લાગ્યો છે. આ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર મળશે એવી લાલચ આપવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
શહેરના કાંકરીયા વિસ્તારમાં રહેતા જ્યંતિભાઈ ઠાકોરનો સંપર્ક બનાસકાંઠાના પરેશ ઠાકોર નામના યુવક સાથે થયો હતો જે બાદ આરોપીએ કોર્પોરેશનમાં ઉપર સુધી ઓળખાણ હોવાનું જણાવી ભોગબનનાર પરિવારને વિશ્વાસમાં લીધો હતો અને 12 લાખ રૂપિયામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાનો વિશ્વાસ જીતી લઈ બે ટુકડે રૂપિયા 4 લાખ વસુલ કર્યા હતા. કોર્પોરેશનની ડુપ્લિકેટ રસીદ પણ તેમના ઘર સુધી પહોંચાડી હતી જોકે બે વર્ષ સુધી રૂપિયા ભર્યા બાદ પણ ઠાકોર પરિવારને મકાન ન મળતા. તેમણે આરોપી વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ હવે નોંધાવી છે.
આ પણ વાંચો : નાગરિકતા સંશોધન બિલ મુદે કોંગ્રેસમાં આક્રોશ, 11 ડિસેમ્બરે કરશે દેશવ્યાપી વિરોધ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો