Ahmedabad: શહેરમાં નશાના કારોબારનો થયો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે લાખો રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે ભાઈઓની કરી ધરપકડ

|

May 31, 2022 | 5:27 PM

Ahmedabad: શહેરમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાપુર નજીક અંધજન મંડળ પાસેથી લાખો રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે ભાઈઓની ધરપકડ કરી છે.

Ahmedabad: શહેરમાં નશાના કારોબારનો થયો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે લાખો રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે ભાઈઓની કરી ધરપકડ
ફોટો - આરોપી

Follow us on

Ahmedabad: શહેરમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) વસ્ત્રાપુર નજીક અંધજન મંડળ પાસેથી લાખો રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે ભાઈઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, આરોપીઓ ચાની કીટલી અને રસોઈ વ્યવસાયમાંથી બહાર નીકળી શોર્ટકટમાં પૈસા કમાવવા માટે ડ્રગ્સની હેરાફેરીના રવાડે ચડયા હતા. કોણ છે આ આરોપીઓ અને કઈ રીતે ગુજરાતને નશાના રવાડે ચઢવાનું કરી રહ્યા હતા કામ જોઈએ આ અહેવાલમાં.

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ગિરફતાર દેખાતા આ બે શખ્સોના નામ છે, ડાહ્યાલાલ પાટીદાર અને મોહનલાલ પાટીદાર. આ બંને આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સની હેરાફેરીના ગુનામાં ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અંધજન મંડળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક અમુક આરોપીઓ ડ્રગ્સના જથ્થાનો સોદો કરવા ઉભા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે ત્યાં રેડ કરી આ બંને ભાઈઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી તપાસ કરતા અમદાવાદ 42 લાખની કિંમતનું 421.16 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.

આરોપીઓની તપાસ કરતાં સામે આવ્યું કે, ડાહ્યાલાલ પાટીદાર અને તેનો ભાઈ મોહનલાલ શ્યામલ ચાર રસ્તા પાસે રહે છે. અને ઘણા સમયથી રાજસ્થાનથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સ અમદાવાદમાં લાવી ડ્રગ્સ પેડલરોને આ ડ્રગ્સ વેચવાનો કારોબાર ચલાવે છે. તેમજ ડાહ્યાલાલ પાટીદાર અગાઉ શ્યામલ ચાર રસ્તા પાસે જ ચાની કીટલી ચલાવતો હતો અને તેનો ભાઈ મોહનલાલ પાટીદાર રસોઈના કામ સાથે સંકળાયેલો હતો. ડાહ્યાલાલ પોતે અફીણનો બંધાણી હોય તેણે રાજસ્થાનથી અફીણ લાવવાનું શરૂ કર્યું હતું અને ધીમે ધીમે નશાના કારોબારમાં જોડાઈ ગયો હતો.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

બંને આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું કે, તેઓ છેલ્લા છ મહિનામાં આ રીતે 8 થી 10 વખત 400 થી 500 ગ્રામ ડ્રગ્સનો જથ્થો દર વખતે રાજસ્થાનથી અમદાવાદમાં લાવ્યા છે. અને અલગ-અલગ પર પેડલરોને વેચી લાખો રૂપિયાની કમાણી કરી છે. રાજસ્થાનના પ્રતાપગઢના લખનસિંગ નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ ખરીદતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓ અને પકડાયેલા બન્ને ભાઈઓ પાસેથી ડ્રગ્સ ખરીદનાર પેડલરને પકડવાની તજવીજ તેજ કરી છે.

Published On - 5:27 pm, Tue, 31 May 22

Next Article