Ahmedabad: અમરાઈવાડીમાં સ્લમ ક્વાટર્સના મકાનો જર્જરિત થઇ જતા લોકો સતત મોતનાં ભય હેઠળ

|

Jun 16, 2021 | 3:57 PM

Ahmedabad : સરકાર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં જર્જરિત મકાનનો સર્વ કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કહેવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં અમરાઇવાડી (Amraiwadi ) વિસ્તારમાં લોકો જર્જરિત મકાનમાં ભય હેઠળ જીવી રહ્યા છે.

Ahmedabad : વરસાદનાં આગમનને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે અને સાથે જ અમદાવાદ કોર્પોરેશન પણ હવે એક્ટિવ મોડ પર આવી ગયું છે. સરકાર દ્વારા             પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેમાં જર્જરિત મકાનનો સર્વે કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કહેવામાં આવે છે પરંતુ જે લોકો જર્જરિત સ્થળે રહે છે તે નોટીસ આપ્યા બાદ હટી નથી રહ્યા અને આવા લોકો ભય હેઠળ જીવી રહ્યા છે.

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં 672 મકાનો છે જેમાં લગભગ સાડા પાંચ હજાર લોકો રહે છે. પરંતુ આ સાડા પાંચ હજાર લોકોના માથે સતત મોત ભમી રહ્યું છે. સ્લમ ક્વાટર્સના (slum quarters) મકાનો એટલા જર્જરિત થઇ ગયા છે કે ગમે ત્યારે મોટી હોનારત થઇ શકે છે. જેમાં મોટી જાનહાનિની શક્યતા છે.

અહીં રહેતા લોકો અને સ્થાનિક કોર્પોરેટરનું કહેવુ છે કે તાઉતે વાવાઝોડા વખતે તેઓ સદનસીબે બચી ગયા હતા. પરંતુ જો ચોમાસામાં ચારથી પાંચ ઇંચ વરસાદ આવ્યો તો મોટી હોનારત સર્જાઇ શકે છે. અહીના કોંગ્રેસી કોર્પોરેટર જગદીશ રાઠોડનું કહેવુ છે કે અહીંના મકાનો રિડેવલપમેન્ટ માટે મંજૂર થઇ ગયા છે.

પરંતુ રિડેવલપમેન્ટની કે અહીંના લોકોને અન્યત્ર ખસેડવાની કોઇ કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામા નથી આવતી. જેથી સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર બન્યા છે. જો આ મામલે નક્કર પગલાં ભરવામાં નહીં આવે મોટી દુર્ઘટના ઘટે તો નવાઈ નહીં.

Next Video