AHMEDABAD : સોલા સિવિલ હોસ્પિટલમાં વર્ગ-4ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની હડતાળ, જાણો શું છે કારણ

|

Aug 17, 2021 | 1:58 PM

જો વર્ગ-4ના કર્મચારીઓને જલ્દી પગાર ચુકવવામાં નહીં આવે તો આંદોલન કરી શકે છે અને આ આંદોલનની સીધી અસર સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી રહેલા દર્દીઓ પર પડશે.

AHMEDABAD : સોલા સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પરના વર્ગ-4ના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. આ કર્મચારીઓ ડીબી એન્ટરપ્રાઈઝ થકી નોકરી પર લાગેલા છે,પરંતુ કંપનીએ છેલ્લા અઢી મહિનાથી વેતન ન ચૂકવતા કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે તેઓ પગાર લેવા જાય ત્યારે સુપરવાઈઝર તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે. આજે સોલા સિવિલ હોસ્પિટલ બહાર કર્મચારીઓએ ડીબી એન્ટરપ્રાઈઝ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.કર્મચારીઓએ માંગ કરી છે કે સરકાર ડીબી એન્ટરપ્રાઈઝ સામે પગલાં લે.

જો વર્ગ-4ના કર્મચારીઓને જલ્દી પગાર ચુકવવામાં નહીં આવે તો આંદોલન કરી શકે છે અને આ આંદોલનની સીધી અસર સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી રહેલા દર્દીઓ પર પડશે. જો વર્ગ-4ના કમર્ચારીઓ કામથી અળગા રહી આંદોલન કરશે તો સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈ સહીતની સ્વચ્છતાની તમામ કામગીરી ઠપ્પ થઇ જશે.

રેસીડેન્ટ ડોકટરોની હડતાળને પુરા થયાના ત્રણ દિવસ બાદ વર્ગ-4ના કર્મચારીઓની હડતાળમાં પણ દર્દીઓને જ હેરાન થવાનો વારો આવશે. એક બાજુ કોરોનાના કેસ ઓછા થતા રોગચાળાએ માથું ઉચક્યું છે.સોલા સિવિલમાં પાણીજાન્ય અને મચ્છરજન્ય રોગોથી પિડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આવામાં સોલા સિવિલ હોસ્પિટલના  વર્ગ-4ના કર્મચારીઓના પગાર વિષયક પ્રશ્નનો જલ્દી જ નિવેડો આવે તે બધા માટે સારું છે.

આ પણ વાંચો : GANDHINAGAR : CM નિવાસસ્થાને શિક્ષણવિભાગની મહત્વપૂર્ણ બેઠક, ધોરણ-6 થી 8 ના ઓફલાઈન વર્ગો અંગે લેવાઈ શકે છે નિર્ણય 

Published On - 1:57 pm, Tue, 17 August 21

Next Video