Ahmedabad : વિરમગામ નગરપાલિકા ભાજપના સદસ્યો 20 હજારની લાંચ લેતા ઝડપાયા

|

Jul 02, 2021 | 10:36 AM

Ahmedabad : વિરમગામ નગરપાલિકાના ભાજપના જ 4 સભ્યો 20 હજારની લાંચ લેતા ઝડપાયા છે. માટી ઉપાડવાનું કામ કરતા કોન્ટ્રાકટર પાસેથી લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે.

Ahmedabad : કોઈ પણ કામ માટે લાંચ લેવાના બનાવામાં વધારો થઇ રહ્યો છે. ઘણા સરકારી બાબુઓ એસીબીની ઝપેટે ચડી ચુક્યા છે. વિરમગામ નગરપાલિકા (Viramgam Nagar Palika) ભાજપના સદસ્યો લાંચ લેતા ઝડપાયા છે. ભાજપના સદસ્યો જ લાંચ લેતા ઝડપાતા રાજકારણમાં ભૂકંપ મચી જવા પામ્યો છે.

વિરમગામ નગરપાલિકા ભાજપના સદસ્યો 20,000 ની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા છે. વોર્ડ-1 ના ભોજવા ગામના ભાજપના 2 સદસ્યો અને એક મહિલા સદસ્યના પતિ સહિત 4 લોકો ઝડપાયા છે. સુજલામ સુફલામ યોજના હેઠળ માટી ઉપાડવાનું  કામ કરતા કોન્ટ્રાક્ટર પાસેથી ₹ 30,000 હજારની માંગણી કરેલ હતી.

અગાઉ એક સદસ્ય અનિલ પટેલ ને ₹ 10,000 નો મોબાઇલ આપેલ હતો. ₹ 20,000 માટે અન્ય લોકો કોન્ટ્રાક્ટર સાથે અવારનવાર માંગણી કરતા હતા જે રેકોર્ડિંગ આઘારે એસીબીએ ઝડપી પાડયા છે. ACB એ સમગ્ર ટ્રેપ દરમ્યાન ભાજપના સદસ્ય અજય રૂપરંગ ઠાકોર અને સગીર બાળકની ઘરપકડ કરી છે.

Next Video