Ahmedabad : ભુપેન્દ્ર પટેલ પ્રજાની મદદે આવી ખરા અર્થમાં બન્યા પ્રજાના પ્રતિનિધિ

|

May 31, 2021 | 8:54 AM

Ahmedabad : ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ (MLA Bhupendra Patel) પ્રજાની મદદે આવી ખરા અર્થમાં બન્યા પ્રજાના પ્રતિનિધિ સાબિત થયા છે.

Ahmedabad : હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાની મહામારીને કારણે અનેક લોકોએ તેના સ્વજન અને ઘરના મોભી ગુમાવ્યા છે. ઘરના મોભીનું અકાળે અવસાન થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ત્યારે અમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ (MLA Bhupendra Patel)  પ્રજાની મદદે આવી ખરા અર્થમાં  પ્રજાના પ્રતિનિધિ સાબિત થયા છે.

ઘાટલોડિયાના ધારાસભ્યએ કોરોનામા ઘરના મોભીને ગુમાવનાર માટે બે યોજના જાહેર કરી છે. ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ પ્રજાની મદદે આવ્યા છે. ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોની મદદે આવ્યા છે. ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં કોરોનામાં ઘરના મોભીનું મૃત્યુ થયું હોય તેમના પરિવારને વિશેષ મદદ કરી છે.

50 મૃતકના પરિવારોને 1 વર્ષની કરિયાણાની કિટનું વિતરણ કરવાનુ આયોજન કર્યું હતું.ઘરના મોભીને ગુનાવનાર કુટુંબને એક વર્ષનું ઘરના વ્યક્તિ દિઠ કરિયાણા કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. જીવન જરુરીયાતની 6500 રુપિયાની 81 કિલોની 13 વસ્તુની એક કિટ આપી છે.

આ સાથે જ ધારાસભ્ય ઘરના મોભીના મૃત્યુ બાદ પરિવારમાં અભ્યાસ કરતા મેડિકલ, એન્જીનીયરીંગ કે અન્ય ઉચ્ચતર અભ્યાસ માટે 5 વિધાર્થીઓનો ટોટલ ખર્ચ ઉઠાવશે. આ સાથે જ અન્ય ધારાસભ્યો પણ પોતાના વિસ્તારમા આવી યોજના જાહેર કરે તો ખરા અર્થમા પ્રજાના પ્રતિનિધિ સબિત થઇ શકે છે.

Next Video