Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કેન્દ્રીય ગૃહમંત્રી સહીત VVIPઓનું રહેશે આગમન, રાજ્ય પોલીસ વિભાગનો શું છે બંદોબસ્ત, જાણો તમામ વિગતો

|

May 26, 2022 | 11:35 PM

મોટેરા સ્ટેડિયમમાં રમનારી IPL મેચમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત બોલીવુડ સેલીબ્રીટીઓ પણ હાજર રહેવાના હોય જેને પગલે સ્ટેડીયમમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કેન્દ્રીય ગૃહમંત્રી સહીત VVIPઓનું રહેશે આગમન, રાજ્ય પોલીસ વિભાગનો શું છે બંદોબસ્ત, જાણો તમામ વિગતો
ફાઈલ ફોટો
Image Credit source: file photo

Follow us on

Ahmedabad: મોટેરા સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમનારી IPL મેચમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત બોલીવુડ સેલીબ્રીટીઓ પણ હાજર રહેવાના હોય જેને પગલે સ્ટેડીયમમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષામાં કોઈ ચૂક રહી ના જાય તેના માટે રાજ્ય પોલીસ વિભાગ હાલ એલર્ટ મોડ પર છે. ત્યારે વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમમાં આ વખતે રમાનારી ક્રિકેટ મેચ પર દેશના તમામ લોકોની નજર રહેવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કેન્દ્રીય ગૃહમંત્રી સહીત VVIPઓનું આગમન રહેશે. જેમાં એ.આર.રહેમાન, આમીર ખાન અને રણવીર સિંગ હાજર રહી શકે છે. ત્યારે 300 જેટલા ફોક ડાન્સર રહેશે હાજર.

વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમ 1.10 લાખ લોકોની કેપેસીટી વાળા નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ગુજરાત ટાઈટન્સની મેચ યોજાવવા જઈ રહી છે જેના પગલે બોલીવુડ સિતારોઓ પણ સ્ટેડીયમમાં હાજરી આપવાના છે, બૉલીવુડ સ્ટાર દ્વારા સ્ટેજ પરફોર્મન્સ કરશે આ સહીત સંગીતની દુનીયાના બેતાજ બાદશાહ ગણાતા એવા એ.આર.રહેમાનનું લાઈવ શો પણ સ્ટેડીયમમાં યોજાવવાનું છે. આવા સંજોગોમાં સુરક્ષા અને વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ચૂક રહી ના જાય તેના માટે થઈને સ્ટેડીયમમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજ્ય પોલીસ વિભાગનો શું છે બંદોબસ્ત

  1. 01 .આઈ.જી.પી રેન્ક અધિકારી
  2. 47 એસ.પી
  3. 84 ડીએસપી
  4. 03 કયું.આર.ટી ની ટીમ
  5. 28 એસ.આર.પી.એફ
  6. 28 બોમ્બ સ્કવોડ
  7. 222 પી.આઈ
  8. 686 પીએસઆઈ
  9. 3346 કોન્સ્ટેબલ
  10. 824 મહિલા પોલીસ

નરેન્દ્ર મોદી સ્ટેડીયમાં 5000થી વધુ પોલીસ કર્મીઓ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ તૈનાત કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સની મેચને જીતશે તેવી વાતને લઈને સટ્ટ બજાર પણ હાલ ગરમાઈ ગયું છે જેથી શહેર પોલીસવિભાગ દ્વારા સટોડીયાઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. અને તમમાં એવા અસમાજિક તત્વોનું સર્વેલન્સ પણ રાખવામાં આવી રહ્યું છે જેથી કરીને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ સમસ્યા સર્જાય નહિ તેના માટે થઈને રાજ્ય પોલીસ અને શહેર પોલીસ હાલ સ્ટેન્ડ બાય મોડ પર જોવા મળી રહી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

27 મી તારીખ અને 29 તારીખે નોકઆઉટ અને ફાઈનલ મેચમાં ક્યાં ક્યાં રસ્તાઓ બંધ રહેશે અમદાવાદમાં

  1. મોટેરા ટી થી જનપથ ટી સુધીનો રસ્તો બંધ રહેશે બપોરના ત્રણ વાગ્યાથી
  2. વીસત થી તપોવન સર્કલ થી વાયા રસ્તાનો ઉપયોગ કરવો
  3. 31 પાર્કિંગ પ્લોટ બનાવાયા છે
  4. 23 ટુ વ્હીલર ના પાર્કિંગ
  5. 8 ફોર વ્હીલરના પાર્કિંગ
  6. દરેક પાર્કિંગ સીસીટીવી છે અને 01 કંટ્રોલ રૂમ બનાવ્યો છે
  7. લોસ્ટ એન્ડ ફાઉન્ડ ની વ્યવસ્થા ગોઠવાઈ છે
  8. બૂક માય શો માંથી ટીકીટ બૂક કરાવવાની રહેશે
  9. શો માય પાર્કિંગ એપ્લીકેશન મારફતે પાર્કિંગની ટીકીટ મેળવવાની રહેશે
  10. પાર્કિંગ માટેની અલગથી ટીકીટ લેવાની રહેશે
  11. ટુ-વ્હીલરના 50 રૂપિયા લેવામાં આવશે
  12. ફોર વ્હીલર ના 150 રૂપિયા લેવામાં આવશે
  13. 14 જેટલી ટોઈંગ ક્રેન સ્ટેડીયમની આસપાસ રહેશે

બસની વ્યવસ્થા કેવી રહેશે?

27 મી જુનના રોજ AMTS ની બસ 50
27 મી જુનના રોજ BRTS ની બસ 56
29 મી જુનના રોજ AMTS ની બસ 50
29 મી જુનના રોજ BRTS ની બસ 71
તમામ બસો સાબરમતી સ્ટેશન અને અચેર ડેપોથી ઉપડશે

Next Article