Ahmedabad : રેલવે મંડળ કાર્યાલય ખાતે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવ્યો

|

May 23, 2022 | 11:35 PM

પશ્ચિમ રેલવેના અમદાવાદ (Ahmedabad) મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે આતંકવાદ વિરોધી દિવસ ની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દેશમાં આતંકવાદ, હિંસાનો ભય અને તેમના સમાજના લોકો તથા, દેશ પર પડી રહેલી ખતરનાક અસરો અંગે લોકોમાં જાગૃકતા વધારવામાં આવે

Ahmedabad : રેલવે મંડળ કાર્યાલય ખાતે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવ્યો
Ahmedabad Railway Mandal Observe Anti-Terrorism Day

Follow us on

પશ્ચિમ રેલવેના (Western Railway)  અમદાવાદ(Ahmedabad)  મંડળ કાર્યાલય ખાતે ‘આતંક વિરોધી દિવસ‘ (Anti-Terrorism Day) મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક તરૂણ જૈને મંડળ કાર્યાલયના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવ્યા હતા. આપણે ભારતીયો આપણા દેશની અહિંસા અને સહિષ્ણુતાની પરંપરામાં દ્રઢપણે વિશ્વાસ રાખીયે છીએ અને અમે  નિષ્ઠાપૂર્વક પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમે તમામ પ્રકારના આતંકવાદ અને હિંસાનો મજબૂત પણે વિરોધ કરીશું. અમે માનવ જાતિના તમામ વર્ગોની વચ્ચે શાંતિ, સામાજિક સંવાદિતા અને સુઝબુઝ કાયમ કરવા અને માનવ જીવનના મૂલ્યોને જોખમમાં મૂકતી  અને વિક્ષેપકારક શક્તિઓ સામે લડવા માટે પણ શપથ લઈએ છીએ.”

ઉલ્લેખનીય છે કે,  કેન્દ્રીય ગૃહ મંત્રાલય એ તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્ર સરકારના વિભાગો તેમજ મંત્રાલયોને 21 મેના રોજ યોગ્ય રીતે આતંકવાદ વિરોધી દિવસ ઉજવવા માટે પત્ર લખ્યો છે. આ પત્ર સચિવોને મોકલવામાં આવ્યો છે. આ દિવસના મહત્વને ધ્યાનમાં રાખીને પત્રમાં કહેવામાં આવ્યું છે કે, દર વર્ષે 21 મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે 21 મે શનિવાર છે. તેથી દૂર-દૂરના વિસ્તારોમાંથી આવતા કર્મચારીઓને અસુવિધા ન થાય તે માટે તેઓ 20 મેના રોજ જ ‘શપથ સમારોહ’નું આયોજન કરી શકે છે.

મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે આતંકવાદ વિરોધી દિવસ ની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દેશમાં આતંકવાદ, હિંસાનો ભય અને તેમના સમાજના લોકો તથા, દેશ પર પડી રહેલી ખતરનાક અસરો અંગે લોકોમાં જાગૃકતા વધારવામાં આવે, શાંતિ અને માનવતાનો સંદેશ ફેલાવવો, લોકોની વચ્ચે પરસ્પર સંવાદિતતાના બીજ રોપીને લોકોમાં એકતા વધારવા, યુવાનોને કોઈપણ રીતે આતંકવાદ અને હિંસાના માર્ગથી દૂર રાખવા જોઇએ.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

જેમાં યુવાનોને  લાલચથી આતંકવાદી જૂથોમાં જોડાવાથી બચાવવા માટે, તેમને આતંકવાદના વિશે યોગ્ય રીતે શિક્ષિત કરવા, તેમનામાં દેશભક્તિ કેળવવા, સામાન્ય માણસની વેદના અને જીવન પર આતંકવાદની ઘાતક અસર વિશે લોકોને જાગૃત કરવાના આ પ્રસંગે મંડળ કાર્યલયના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

સામાજિક અંતરનું ધ્યાન રાખવું જોઈએ – ગૃહ મંત્રાલય

કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નિર્ધારિત અને ભલામણ મુજબ સામાજિક અંતર જાળવવા અને માસ્ક પહેરવા જેવા નિવારક પગલાંનું પાલન કરવું હિતાવહ છે.

Published On - 9:17 pm, Fri, 20 May 22

Next Article