Ahmedabad : હાઈકોર્ટમાં AMCનો જવાબ, ફાયર સેફટી NOC વગરની ઇમારતોને કરાશે સીલ

|

Jun 01, 2021 | 9:16 AM

Ahmedabad : આગ લાગવાના સમયે ફાયર સેફટીના (fire safety) અભાવને કારણે અનેક લોકોના જીવ ગુમાવવાનો વારો આવે છે. ફાયર ફાયર સેફટીને લઈને હાઇકોર્ટ દ્વારા અનેક વાર ટકોર કરવામાં આવી છે.

Ahmedabad : આગ લાગવાના સમયે ફાયર સેફટીના (fire safety) અભાવને કારણે અનેક લોકોના જીવ ગુમાવવાનો વારો આવે છે. ફાયર ફાયર સેફટીને લઈને હાઇકોર્ટ દ્વારા અનેક વાર ટકોર કરવામાં આવી છે. પરંતુ આંખ આડા કાન કરી રહ્યા છે. કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવમાં ફાયર સેફટીની પુરી સુવિધા ના હોવાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

ફાયર સેફ્ટીના અભાવ ના મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઇકોર્ટમાં વિગત મૂકી છે. ફાયર NOC વગરની ઇમારતો અને હોસ્પિટલ તેમજ અન્ય જગ્યાઓને હવે કોર્પોરેશન સીલ કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરશે. 31 માર્ચ 2020 પહેલા ઇસ્યુ કરાયેલી પાસેથી NOCનો રેકોર્ડ રાખવાની કોઈ ચોક્કસ રીત નહોતી.

31 માર્ચ 2020 બાદ રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. આ સાથે જ ફાયર સેફ્ટીની એનઓસી રિન્યુ કરાવવાની જવાબદારી બિલ્ડિંગના માલિક કે વપરાશકર્તાની હોવાની કોર્પોરેશનએ રજૂઆત કરી છે.

કોરોનાની વકરેલી સ્થિતિના કારણે ફાયર સેફટીની એનઓસી ન હોય તેમની ઇમારતો છેલ્લા દોઢ વર્ષમાં સીલ નથી કરવામાં નથી આવી તેવું ઇન્ચાર્જ ફાયર ચીફ ઓફિસરે સ્વીકાર્યું હતું.

નોંધનીય છે કે, સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી ફાયર સેફટી ન ધરાવનાર હોસ્પિટલ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચેકીંગ કરીને તેને સિલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. 30 મેના રોજ 19 હોસ્પિટલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, 31 મેના રોજ 18 હોસ્પિટલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્ષ અને આજે વધુ 8 હોસ્પિટલને સિલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

Next Video