Ahmedabad: 145 મી રથયાત્રામાં બે વર્ષ બાદ ભક્તોની મેદની સાથે નગરના નાથ કેવી રીતે કરશે નગરચર્યા

|

Jun 27, 2022 | 12:58 PM

આ વર્ષે ભગવાન જગન્નાથ 1.50 કરોડ જેટલો વીમો પણ કાઢવામાં આવ્યો છે.મંદિરના મહંત દ્વારા પ્રેમ ભક્તિ,ભાઈચાર અને શાંતિપૂર્ણ વાતાવરણ ઉજવવામાં આવે તેવી જનતાને અપીલ કરવામાં આવી હતી.

Ahmedabad: 145 મી રથયાત્રામાં બે વર્ષ બાદ ભક્તોની મેદની સાથે નગરના નાથ કેવી રીતે કરશે નગરચર્યા
Rathyatra

Follow us on

ગુજરાત (Gujarat) ની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા (Rathyatra)કોરોના મહામારી બાદ અષાઢીબીજ બાદ ભગવાન જગન્નાથ અમદાવાદ (Ahmedabad) શહેરની નગરચાર્યએ નીકળીએ તે પહેલાં મંદિર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદ ઓરિસ્સાના જગન્નાથપુરી બાદ ભારતની સૌથી મોટી રથયાત્રા અમદાવાદ શહેરમાં 22 કિમી રૂટ પર રથયાત્રા નીકળે છે. ત્યારે આ વર્ષે ભારે ઉત્સાહ પૂર્વક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્ષે ભગવાન જગન્નાથ 1.50 કરોડ જેટલો વીમો પણ કાઢવામાં આવ્યો છે.મંદિરના મહંત દ્વારા પ્રેમ ભક્તિ,ભાઈચાર અને શાંતિપૂર્ણ વાતાવરણ ઉજવવામાં આવે તેવી જનતાને અપીલ કરવામાં આવી હતી.

ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે.

રથયાત્રા અગ્રભાગમાં 18 શણગારેલા ગાજરાજો,101 ભારતીય સંસ્કૃતિના ઝાંખી કરવતા ટ્રકો, 30 અખાડા, 18 જેટલી ભજન મંડળી, ૩ બેન્ડબાજા, ભગવાનનો રથ ખેંચવા માટે 1000થી વધારે ખલાસીઓ હજાર રહેશે.

દેશભરના સાધુ સંતો હાજર રહેશે.

ભગવાન જગન્નાથની રથયાત્રામાં હરિદ્વાર,અયોધ્યા, નાસિક,ઉજ્જૈન, જગન્નાથપુરી,સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી અંદાજિત 2000થી વધુ સાધુ સંતો હાજર રહેશે.આ ઉપરાંત રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી સમાજ નૃત્ય અને રાસ ગરબાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હજારો કિલો પ્રસાદ વહેંચવામાં આવશે.

રથયાત્રાના સમગ્ર રૂટમાં ભક્તોનો 3000 કિલો મગ, 500 કિલો જાંબુ,300 કિલો કેરી,400 કિલો કાકડી,2 લાખ કિલો ઉપર્ણનો પ્રસાદ વહેંચવામાં આવશે.સાથે ભગવાન નગરચાર્ય નીકળે તે પહેલા ખીચડીનો પ્રસાદ પણ ધરવામાં આવશે.

બે દિવસ પહેલા મંદિર દ્વારા કાર્યક્રમો શરૂ કરવામાં આવશે

રથયાત્રા પૂર્વેના ખાસ કાર્યક્રમો ભગવાન જગન્નાથ રથયાત્રા બે દિવસ પહેલા મંદિર દ્વારા કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. જેમાં 29 તારીખના રોજ સવારે 8 વાગે ગર્ભ ગૃહ પ્રવેશ તેમજ નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે.જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે.સવારે 11 વાગે સંતોનું સન્માન કરવામાં આવશે જેમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. 30 તારીખે ગાજરાજોનું પૂજન રથોની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવશે.ત્યાર બાદ શહેર શાંતિ સમિતિની મુલાકાત કરવામાં આવશે.

આ રૂટ પરથી પસાર થશે રથયાત્રા.

ભગવાન જગન્નાથ નગરચર્યાએ સવારે 7.05 કલાકે રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે.9 વાગે અમદાવાદ કોર્પોરેશન ખાતે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે.945 રાયપુર ચકલા,10.30 કલાકે ખાડિયા ચાર રસ્તા,11.15 કાલુપુર સર્કલ,12 વાગે સરસપુર,1 30 સરસપુરથી પરત નીકળશે.બપોર 2 વાગે લુપુર સર્કલ,2.30 કલાકે પ્રેમ દરવાજા,3.15 દિલ્હી ચકલા,3.45 શાહપૂર દરવાજા, 4.30 આર.સી.હાઈસ્કૂલ,5 વાગે ઘી કાંટા,5.45 પાનકોર નાકા, 6.30 માણેક ચોક, અને 8 વાગે નિજ મંદિર પરત ફરશે.

વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું.

ભગવાન જગન્નાથ રથયાત્રામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવામાં આવ્યું છે.જ્યારે દેશ ગૃહપ્રધાન અમિત શાહ રથયાત્રાના વહેલી સવારે 4 વાગે મંગળા આરતીનો લાભ લેવા હાજર રહેશે.

Next Article