Ahmedabad: નશો કરવા માટે નશાનો વેપાર શરૂ કરનાર આરોપીની એસ.ઓ.જી ક્રાઇમે કરી ધરપકડ

જુહાપુરામાં નશો કરવા માટે નશાનો વેપાર શરૂ કરનાર આરોપીની એસ.ઓ.જી ક્રાઇમ ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલર પાસેથી લાખો રૂપિયાનું એમ.ડી ડ્રગ્સનો જથ્થો ઝપ્ત કરવામાં આવ્યો.

Ahmedabad: નશો કરવા માટે નશાનો વેપાર શરૂ કરનાર આરોપીની એસ.ઓ.જી ક્રાઇમે કરી ધરપકડ
ફોટો - આરોપી
| Edited By: | Updated on: May 20, 2022 | 7:39 PM

Ahmedabad: જુહાપુરામાં નશો કરવા માટે નશાનો વેપાર શરૂ કરનાર આરોપીની એસ.ઓ.જી ક્રાઇમ ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલર પાસેથી લાખો રૂપિયાનું એમ.ડી ડ્રગ્સનો જથ્થો ઝપ્ત કરવામાં આવ્યો. પકડાયેલ આરોપી અમદાવાદના રાજા નામના પેડલર પાસેથી ડ્રગ્સનો જથ્થો લેતો હોવાનું સામે આવ્યું છે. કોણ છે પકડાયેલ ડ્રગ્સનો સોદાગર જોઈએ આ અહેવાલમાં.

એસ.ઓ.જી ક્રાઇમની ગિરફતમાં રહેલ સોહિલ ચૌહાણ 2.85 લાખના એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે પકડાયો છે. એસ.ઓ.જી બાતમી મળી હતી કે વેજલપુર મામલતદાર કચેરી પાસે એમ.ડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે આ બાતમી ના આધારે એસ.ઓ.જી વોચ ગોઠવીને આરોપી સોહિલ ચૌહાણને એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો. તપાસ કરતા પકડાયેલ આરોપી સોહિલ ડ્રગ્સ પેડલર હતો. જે અમદાવાદ ના રાજા નામના પેડલર પાસેથી ડ્રગ્સ લીધું હોવાનું સામે આવ્યું.

ડ્રગ્સ પેડલર સોહિલ ચૌહાણની પુછપરછ કરતા સામે આવ્યું છે કે સિફા હોસ્પિટલમાં નોકરી કરતો અને અન્ય એક મેડિકલ સ્ટોરમાં નોકરી હતો. ત્યાં કફ સીરપનો નશાના રવાડે ચઢ્યો હતો. તેવામાં સોહિલ રાજા નામના પેડલરના સંપર્કમાં આવતા જ રાજા પાસેથી સોહિલ ડ્રગ્સનો જથ્થો લાવી અને છૂટકમાં વેચાણ કરતો હતો. જેમાં એક પડકીના 1500 થી 2000 રૂપિયામાં ડ્રગ્સની પડીકીઓ વેચતો હતો. જો કે આરોપી સોહિલ જુહાપુરા, સરખેજ અને વેજલપુરની ચ્હાની કીટલીઓ પર ડ્રગ્સની પડીકી વેચતો હતો. આરોપી સોહિલ પણ ડ્રગ્સનો બધાણી છે જેથી પોતાને ડ્રગ્સ પીવા પૈસા ન હોવાથી ડ્રગ્સ લાવી અને વેચતો અને પોતે પણ ડ્રગ્સનો નશો કરતો હતો.

એમ.ડી ડ્રગ્સના નેટવર્કમાં રાજા નામના શખ્સનું નામ સામે આવ્યું છે. આરોપી રાજા પાસેથી અગાઉ ડ્રગ્સનો જથ્થો લાવી ચુક્યો છે. જેથી એસ.ઓ.જી ટીમે રાજા નામના પેડલરની શોધખોળ શરૂ કરી છે.

Published On - 7:39 pm, Fri, 20 May 22