આપ (Aam Aadami Party) ના પ્રદેશ સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ઇસુદાન ગઢવીને નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી બનાવ્યા છે જ્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુને પણ નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવ્યા છે. આ ઉપરંત સાગર રબારીને આપ પ્રદેશ ઉપપ્રમુખ બનાવ્યા છે. જ્યારે ભેમા ચૌધરીને ઉપપ્રમુખમાંથી હટાવાયા છે. ભેમા ચૌધરીને સ્ટેટ કોઓપરેટિવ વિંગના પ્રમુખ બનાવ્યા છે. મનોજ સોરઠીયાને સ્ટેટ જનરલ સેક્રેટરી બનાવ્યા છે. ટોટલ 850 લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. ગામડા સુધી સંગઠન તૈયાર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સિવાય તમામ સંગઠન વિખેરી નાખ્યું હતું. આ નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે.
આપના પ્રભારી ડૉ.સંદીપ પાઠકે નિવેદન આપ્યું હતું કે પરિવર્તન યાત્રા થોડા સમય પહેલા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં લોકોનું સમર્થન સારું મળ્યું છે. ગામડાઓમાં પણ આપની બેઠકો ચાલી હતી. અત્યાર સુધીમાં 10 હજાર ગામોમાં બેઠક કરવામાં આવી છે. આ બેઠકોમાં લોકો સાથે સીધી જ વાતચીત કરી છે. આ ઉપરાંત 30 હજાર નવા લોકો આપમાં જોડાયા છે.
MAJOR ANNOUNCEMENT📢
▪️AAP announces a New Organization structure for Gujarat with over 850 office bearers
▪️Shri @isudan_gadhvi has been appointed as the National Joint General Secretary & Shri Indranil Rajguru has been appointed as the National Joint Secretary
Best wishes🎉 pic.twitter.com/oPWQPgUXfG
— AAP (@AamAadmiParty) June 12, 2022
પાઠકે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવામાં આવશે. જે તે સમયે અમે ચોક્કસ ચહેરો જાહેર કરીશું. ઈસુદાન ગઢવીને રાષ્ટ્રીય લેવલે જવાબદારી સોંપવામાં આવી છે. અમારું સંગઠન મોટું બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય લેવલે પણ મોટી પાર્ટી બની છે ત્યારે ઇસુદાન રાષ્ટ્રીય લેવલે નેતા છે અને તેઓ કરી શકે છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્ય પ્રભારી સંદીપ પાઠકે કહ્યું કે આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તૈયાર છે અને આ વખતે ચૂંટણી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જ લડાશે. લોકો અમારી સાથે છે અને ભગવાનના આશીર્વાદ અમારી સાથે છે તેથી આ વખતે અમારું સંગઠન અને અમારી લીડરશીપ દ્વારા લોકોની અપેક્ષાઓ પૂર્ણ થશે અને ગુજરાતમાં પરિવર્તન ચોક્કસપણે આવશે.
ત્યારબાદ ગુજરાત પ્રદેશના ચૂંટણી પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવે જણાવ્યું હતું કે હું ઇસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ તેમજ તમામ નવા હોદ્દેદારોને અભિનંદન આપું છું અને મને ખાતરી છે કે તમે અત્યાર સુધી જે રીતે કામ કર્યું છે તેનાથી પણ વધુ મહેનત અને સમર્પણ સાથે તમે આગળ પણ કામ કરશો. કિશોરભાઈ દેસાઈને પ્રદેશ ફ્રન્ટલ સંગઠનના વડા બનાવાયા છે. મનોજ સોરઠીયા પ્રદેશ મહામંત્રી રહેશે. કૈલાશ ગઢવીજી પ્રદેશ ખજાનચી રહેશે. જગમાલ વાલા, સાગર રબારી, રીના બેન રાવલ, અર્જુન રાઠવાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.જિતેન્દ્ર ઉપાધ્યાય જીને એજ્યુકેશન સેલના અધ્યક્ષ બનાવાયા છે. બિપિન ગામેતીને બિરસા મુંડા મોરચાના વડા બનાવાયા છે. ભેમાભાઈ ચૌધરીને સહકારી પાંખના પ્રમુખ બનાવાયા હોત. મહેશ ભાઈ કોલસાવાલાને જય ભીમ મોરચાના પ્રમુખ બનાવાયા છે. રાજુભાઈ કરપડા ખેડૂત પાંખના વડા તરીકે ચાલુ રહેશે. પ્રણવ ઠક્કરને લીગલ સેલના વડા તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. આરિફ અંસારી જીને સ્પોર્ટ્સ વિંગના વડા બનાવવામાં આવ્યા છે. શિવલાલ બારસિયાને વેપાર પાંખના વડા બનાવાયા છે. ગૌરી દેસાઈ જી મહિલા પાંખના પ્રમુખ તરીકે ચાલુ રહેશે. પ્રવીણ રામ જીને યુવા પાંખના પ્રમુખ તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. ડો.કિશોર ભાઈ રૂપારેલીયાને તબીબ પાંખના વડા બનાવાયા છે.
હું લાંબા સમયથી ગુજરાતમાં કામ કરું છું અને હવે સંદીપ જીના આગમન પછી જે રીતે આમ આદમી પાર્ટીના સંગઠનને જે રીતે સુઆયોજિત કરવામાં આવ્યું છે તેના પરથી હું કહી શકું છું કે આવનારી ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ લડાશે. છેલ્લા 27 વર્ષમાં પહેલીવાર ભાજપને અહેસાસ થશે કે તે કોઈ પાર્ટી સાથે લડવા જઈ રહી છે. આગામી ચૂંટણીના પરિણામો ખૂબ જ ચોંકાવનારા હશે.
આ પછી ઇસુદાન ગઢવીજીએ કહ્યું કે મને આ જવાબદારી આપવા બદલ હું અરવિંદ કેજરીવાલ જી, સંદીપ પાઠક જી, ગુલાબ સિંહ યાદવ જી અને સંગઠનના તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારામાં જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના પર ખરો ઉતરવાનો હું પૂરો પ્રયાસ કરીશ. હું તમામ નવનિયુક્ત પદાધિકારીઓને પણ અભિનંદન આપવા માંગુ છું. આ સંગઠનના અનુસાર આગામી સમયમાં એક વિધાનસભામાં 4 સંગઠન મંત્રીઓ મુકવામાં આવશે. તમામ નવનિયુક્ત પદાધિકારીઓ માટે અમે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જે તમામ પદાધિકારીઓને વધુ ઉર્જા આપશે.
આ પછી સંદીપ પાઠકે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે સંગઠન બે પ્રકારના હોય છે, એક મોટું સંગઠન અને બીજું સ્વસ્થ સંગઠન. જે સંગઠન મોટું છે પણ તેમાં ટિકિટ અને હોદ્દા માટે ઝઘડા થાય છે, હું આવા સંગઠનને સ્વસ્થ નથી માનતો, આવું સંગઠન કોંગ્રેસ પાસે છે. અમારી જે સંગઠન છે તે એક સ્વસ્થ સંગઠન છે એટલે કે અમે જે સંગઠન ગામડે ગામડે બનાવ્યું છે તેમાં લોકો કોઈપણ પ્રકારના લોભ અને લાલચથી મુક્ત માત્ર સંગઠન માટે કામ કરતા લોકો છે.
ગુજરાતના પ્રદેશ પ્રમુખને બદલવામાં નથી આવ્યા કારણ કે ગોપાલ ભાઈ ઈટાલીયા ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. ઇસુદાન ગઢવી જી રાષ્ટ્રીય સ્તરે મોટા કાર્ય કરી શકે છે, તેથી તેમનો રાષ્ટ્રીય સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે તમારું સંગઠન અને તમામ લોકો પદ, પૈસા અને પ્રતિષ્ઠાની લાલસામાંથી બહાર નીકળીને એક થઈને દેશ માટે કામ કરે છે, ત્યારે પાર્ટી મોટી બને છે. આવનારા સમયમાં અમે મોટા સ્તરે ઝુંબેશ શરૂ કરીશું અને આ ઝુંબેશ મોટા લેવલથી લઈને નાના ગામડા સુધી શરૂ કરવામાં આવશે.
Published On - 1:59 pm, Sun, 12 June 22