Ahmedabad: વ્યાજખોરની પઠાણી ઉઘરાણીના ત્રાસથી દંપતીના આપઘાતનો કેસ, પોલીસે 2 વ્યાજખોરની કરી ધરપકડ

|

Sep 01, 2022 | 4:39 PM

રાણીપમાં વ્યાજખોરના ત્રાસથી દંપતીના આપઘાત કેસમાં પોલીસે 2 વ્યાજખોરની ધરપકડ કરી છે. આ વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળીને પંચાલ દંપતીએ આપઘાત કર્યો હતો.

Ahmedabad: વ્યાજખોરની પઠાણી ઉઘરાણીના ત્રાસથી દંપતીના આપઘાતનો કેસ, પોલીસે 2 વ્યાજખોરની કરી ધરપકડ
ફોટો - આરોપી

Follow us on

Ahmedabad: રાણીપમાં વ્યાજખોરના ત્રાસથી દંપતીના આપઘાત કેસમાં પોલીસે 2 વ્યાજખોરની ધરપકડ કરી છે. આ વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળીને પંચાલ દંપતીએ આપઘાત કર્યો હતો. કોણ છે આ કુખ્યાત વ્યાજખોર જોઈએ આ અહેવાલમાં.પોલીસ કસ્ટડીમાં જોવા મળતા વ્યાજખોર રાકેશ નાયક અને દેવાંગ સથવારા છે. આ વ્યાજખોરના ત્રાસથી પંચાલ દંપતીએ આપઘાત કર્યો હતો. મિનરલ વોટર ડિસ્ટ્રીબ્યુશનનો ધંધો કરતા નિકુંજ પંચાલ પોતાના ઘરમાં આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં વ્યાજખોર રાકેશ નાયક અને દેવાંગ સથવારા તેમજ અનિલ પટેલના ત્રાસથી આપઘાત કર્યો. તપાસમાં સામે આવ્યું કે, નિકુંજ પંચાલે ધધાના અર્થે રાકેશ નાયક અને દેવાંગ સથવારા પાસેથી રૂ 10 લાખ 4 ટકાના વ્યાજે લીધા હતા. 10 લાખ ચૂકવ્યા બાદ પણ વ્યાજના 8 લાખની પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા હતા. જેમાં રાકેશ નાયક ફાયનાન્સ લાયસન્સ વગર વ્યાજે પૈસા ચૂકવ્યા હતા.

જ્યારે દેવાંગ સથવારા રી કવરી એજન્ટ બનીને પૈસાની ઉઘરાણી કરવા જતો હતો. વ્યાજખોરના ત્રાસથી કંટાળીને નિકુંજભાઈના પત્નિ શ્વેતાબેન 2 જુનના રોજ આપઘાત કર્યો. પરંતુ તેમ છતાં આ બંને વ્યાજખોર પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવતા હતા. જેથી કંટાળીને નિકુંજ ભાઈએ પણ આપઘાત કર્યો. પઘાત કેસમાં અગાઉ અનિલ પટેલની ધરપકડ બાદ આજે 2 વ્યાજખોર ની પણ ધરપકડ કરાઈ છે.

પકડાયેલા આરોપીની તપાસમાં રાકેશ નાયકને મિલકત પર 1 ટકા અને મિલકત વગર દોઢ ટકા વ્યાજ પર લેવાનું લાયસન્સ 2021માં મેળવ્યું. પરંતુ નિકુંજ ભાઈને લાયસન્સ નહતું ત્યારે 4 ટકા ના વ્યાજે રૂ 10 લાખ આપ્યા હતા અને પૈસાના અવેજ પેટે વેપારીએ કોરા ચેક અને પ્રોમીસરી નોટ અને માતાની માલિકીના મકાનનો સમજુતી કરાર પણ કરી આપ્યો હતો. જે બાદ વેપારી સમયસર વ્યાજ અને મુડીની રકમ ચુકવતા હતા. વ્યાજે લીધેલી 10 લાખ રકમ અને વ્યાજ વેપારી નિકુંજ પંચાલે ચુકવી દિધા છતાં રાકેશ નાયક અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો, સાથે જ વેપારીએ આપેલ પ્રોમીસરી નોટ અને ચેક પરત ન આપી ચેકમાં મનફાવે તેવી રકમ ભરી વટાવી ચેક બાઉન્સ થતા 138 મુજબના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ ઉપરાંત દેવાંગ સથવારા રી કવરી એજન્ટ બનીને પઠાણી ઉઘરાણી કરવા ઘરે જતો હતો. જેથી આ દંપતી પાસે આપઘાત સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહતો. આ કેસમાં પોલીસે મહત્વના દસ્તાવેજ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી. રાણીપ પોલીસે નિકુંજ પચાલને 15 લાખ રૂપિયા પરત નહિ કરનાર અનુપ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ સેન્ટ્રલ જેલમાં છે. જ્યારે આજે બે વ્યાજખોરની ધરપકડ કરીને આ કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં રાણીપ પોલીસે આ વ્યાજખોર અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા કે નહીં તે મુદ્દે તપાસ કરી રહ્યા છે.

Next Article