Ahmedabad: બ્રોકર અશેષ અગ્રવાલના ભેદી સંજોગોમાં ગુમ થવાનો કેસ, અશેષ હરિયાણા કે મુંબઈ હોવાની શક્યતા

|

May 27, 2021 | 11:59 AM

રિયલ એસ્ટેટની દલાલીમાં રોકાણકારો સાથે કરોડો રૂપિયાની કથિત છેતરપિંડી આચરી ગુમ થયેલા 39 વર્ષિય બ્રોકર (Broker) અશેષ અગ્રવાલ છેલ્લા એક અઠવાડિયાથી પોલીસને પરસેવો પડાવી રહ્યો છે. તેની ચોક્કસ ભાળ મળી શકતી નથી. એવામાં પોલીસે હરિયાણા અને મુંબઈમાં તપાસ શરૂ કરી છે. એવી અટકળોએ જોર પકડ્યુ છે કે, અશેષનું પગેરૂ હરિયાણા અથવા મુંબઈમાં હોઈ શકે છે. […]

રિયલ એસ્ટેટની દલાલીમાં રોકાણકારો સાથે કરોડો રૂપિયાની કથિત છેતરપિંડી આચરી ગુમ થયેલા 39 વર્ષિય બ્રોકર (Broker) અશેષ અગ્રવાલ છેલ્લા એક અઠવાડિયાથી પોલીસને પરસેવો પડાવી રહ્યો છે. તેની ચોક્કસ ભાળ મળી શકતી નથી. એવામાં પોલીસે હરિયાણા અને મુંબઈમાં તપાસ શરૂ કરી છે. એવી અટકળોએ જોર પકડ્યુ છે કે, અશેષનું પગેરૂ હરિયાણા અથવા મુંબઈમાં હોઈ શકે છે.

અશેષ તરફથી થયેલા એક ફોન કોલથી પોલીસને તે હરિયાણા કે મુંબઈમાં હોવાની શંકા ગઈ છે. સેટેલાઈટના આશાવરી ટાવર્સમાં રહેતા અને સાઉથ બોપલમાં પ્રોપર્ટી વર્લ્ડના નામે રિઅલ એસ્ટેટની દલાલી કરતો અશેષ અગ્રવાલ 18 મે ના રોજ લાપતા થયો હતો. તેના ગુમ થવાની વાતે રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

અશેષ ગુજરાત છોડીને બહાર ગયો હોવાનું અનુમાન છે. વળી તેણે સન બિલ્ડરના નામે કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર કેસમાં તેના સ્ટાફ સંબંધી સહિત 20 લોકોના નિવેદન લીધા છે. જેમા ઓફિસના બે માણસો દ્વારા તે કોઈ વ્યક્તિ સાથે રૂપિયાની લેવડ દેવડ કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જોકે ચોંકાવનારી વાત એ છે કે, હજુ સુધી અશેષ અગ્રવાલ સામે એક પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે અશેષ પાસે કેટલાક સિનિયર પોલીસ અધિકારીથી લઈને પ્રસાશનિક અધિકારીઓના પણ નાણા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે હાલ તો પોલીસ અશેષની બિનવારસી હાલતમાં મળેલી કાર અને સીમકાર્ડના આધારે તેની શોધખોળ કરી રહી છે.

Next Video