અમદાવાદ (Ahmedabad) માં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ (Rain) પડ્યો છે. શહેરમાં અનેક વિસ્તારોમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ અમદાવાદના પાલડી (Paldi) 18 ઈંચ વરસાદ પડ્યો. તો ઉસ્માનપુરામાં 14 ઇંચ અને બોડકદેવમાં 12 ઈંચ, બોપલમાં 11 ઈંચ તેમજ સરખેજ અને મણિનગરમાં 10-10 ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિ છે. શહેરના 6 વિસ્તારોમાં 10 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં AMCની પોલ ખોલનારા દ્રશ્યો સામે આવ્યાં છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા છે. જ્યારે ચાલુ સિઝનનો સરેરાશ 14 ઇંચ ઉપર વરસાદ પડી ચૂક્યો છે.
વિસ્તાર પ્રમાણે આંકડા જોઈએ રવિવાર સવારે 6 થી સોમવાર સવારે 5 વાગ્યા સુધીમાં અમદાવાદના પાલડીમાં 18 ઈંચ ઉપર વરસાદ પડ્યો છે જેના કારણે ઘણા ઘરમાં પાણી ઘુસી ગયાં છે. આ ઉપરાંત અમદાવાદના ઉસ્માનપુરામાં 14 ઈંચ ઉપર વરસાદ પડ્યો છે. વરસાદને લઈને વાસણા બેરેજના 19, 20, 21, 22 અને 23 નંબરના દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યાં છે. તેમજ વરસાદી પાણી ભરાતા મકરબા, પરિમલ. અખબારનગર અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયા હતા. રવિવારે સાંજે પડેલા વરસાદ બાદ પણ રાત્રે વરસાદની બેટિંગ રહી હતી. સાંજથી રાત્રે સતત વરસાદ પડતાં હજુ પણ અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે. ચામુંડા બ્રિજ. કૃષ્ણનગર જૈન દેરાસર. સૈજપુર બોઘા. નરોડા પાટિયાથી બેઠકના રસ્તા પર પાણી ભરાયાં છે. તેમજ શહેરમાં અન્ય સ્થળે પણ પાણી ભરાયાં છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.
Published On - 7:10 am, Mon, 11 July 22