Rath Yatra LIVE : જગન્નાથ મંદિરના મુખ્ય પૂજારી દિલીપ દાસજી મહારાજે ભક્તોને સહયોગ આપવા કરી અપીલ

|

Jul 12, 2021 | 5:56 AM

ભગવાન જગન્નાથની રથયાત્રાનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મંદિર પરિસરમાં ભગવાનનાં રથ ગોઠવાઈ ગયા છે. જગન્નાથ મંદિરના મુખ્ય પૂજારી દિલીપ દાસજી મહારાજે ભક્તોને સહયોગ આપવાની અપીલ કરી છે.

Rath Yatra LIVE : 144મી રથયાત્રાને લઈને લોકો ઘણા ઉત્સુક છે, પરંતુ નાથ તો ભક્તો  વગર જ  નગરચર્યાએ નીકળશે.  કોરોના મહામારીને કારણે રથયાત્રામાં ભક્તો સામેલ નહીં થાય.  મંદિરની બહાર બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જગન્નાથ મંદિરના મુખ્ય પૂજારી દિલીપ દાસજી મહારાજે  ભક્તોને સહયોગ આપવાની અપીલ કરી છે.

દિલીપ દાસજી મહારાજે  જણાવ્યું હતું કે,  હાલ જ આપણે કોરોના જેવી મહામારીમાંથી પસાર થયા છે.  તેથી સરકારની કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પ્રમાણે પાલન કરો અને ઘરે બેસીને સોશિયલ મીડિયાના માધ્યમથી જ દર્શનનો લાભ લો  તેવી અપીલ કરી હતી.

 

નાની ચુસ્ત ગાઈડલાઈન વચ્ચે અમદાવાદ જગન્નાથ યાત્રાને લીલીઝંડી આપવામાં આવી છે. ત્યારે આ પ્રસંગે રાજ્યનાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કોરોના કાળમાં ભીડ એકત્ર ન કરીને સમાજ સેવા કરીએ. રથયાત્રાનાં દર્શન ઘરે રહીને જ કરીએ.

Published On - 5:55 am, Mon, 12 July 21

Next Video