ગોધરાકાંડ (Godhra riots) બાદ થયેલાં રમખાણો મુદ્દે સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ને ક્લિનચિટ આપી હતી. જેને જાકિયા જાફરી દ્વારા પડકારવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે જાકિયા ઝાફરીની અરજી ફગાવી દીધી છે અને કાયદાકીય પ્રક્રિયાનો દૂરુપયોગ કરનારી અત્યાર સુધી આ કેસને લંબાવનારાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેને પગલે અમદાવાદ (Ahmedabad) ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આર. બી. શ્રીકુમાર સામે ફરિયાદ નોંધી હતી. જે પૈકી તિસ્તા સેતલવાડની અટકાયત ગુજરાત એટીએસ દ્વારા મુંબઇથી કરવામાં આવી હતી અને હાલમાં તેને લાવીને ક્રાઇમ બ્રાંચને સોપણી કરવામાં આવી છે. સાથે જ નિવૃત પોલીસ અધિકારી આર.બી. શ્રીકુમારને પણ પકડી લેવામાં આવ્યા છે અને પૂર્વ IPS સંજીવ ભટ્ટ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. સંજીવ ભટ્ટ અત્યારે જેલમાં હોવાથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેમનો કબજો મેળવશે.
ગુજરાત ATS દ્વારા તીસ્તા શેતલવાડની મુંબઈથી ધરપકડ કરી દેવામાં આવી છે અને તેમે અમદાવાદ લાવીને ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. નિવૃત પોલીસ અધિકારી આર.બી. શ્રીકુમારને પણ પકડી લેવામાં આવ્યા છે બાદ હવે પૂર્વ IPS સંજીવ ભટ્ટ સામે ગાળિયો કસાયો છે. પાલનપુરની સબજેલમાંથી પૂર્વ IPS સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લવાશે. NDPS કેસમાં પાલનપુરની સબ જેલમાં હાલ પૂર્વ IPS સંજીવ ભટ્ટ બંધ છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણ મુદ્દે SITએ આપેલી ક્લિનચીટ મુદ્દે કહ્યું હતું કે, સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડે અરજીકર્તા ઝાકિયા જાફરીની ભાવનાઓનું ખોટા હેતુ માટે શોષણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે SIT તપાસની પ્રશંસા કરી હતી સાથે જ કહ્યું હતું કે જેટલા લોકો કાયદા સાથે રમત રમે છે તેમના વિરૂદ્ધ પગલાં લેવાં જોઈએ. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડનું નામ લઈને કહ્યું કે, તેના વિરૂદ્ધ તપાસની જરૂર છે. મહત્વનું છે કે, 2002ના ગુજરાત રમખાણોમાં કથિત સંડોવણી બદલ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્ય રાજકીય નેતાઓ તેમજ સરકારી અધિકારી સામે ફોજદારી ટ્રાયલની માંગ કરતી અરજી કરી હતી.
તિસ્તા સેતલવાડને મુંબઇમાં તેના જુહુમા આવેલા ઘરેથી અટકાયત કરવામાં આવી હતી. તિસ્તાનો કબજો લેવા માટે ગુજરાત ATSની બે ટીમો તપાસ માટે પહોંચી હતી. જેમાં એક ટીમ પોલીસ સ્ટેશનમાં હતી અને બીજી ટીમ જુહુમાં તિસ્તાના ઘરે મુંબઈ પોલીસ અધિકારીઓ સાથે પહોંચી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે ઇન્સ્પેક્ટર ડી.બી. બરાડે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આઇપીસીની કલમ 468, 471,194, 211, 218, 120(બી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે ગત રોજ ટકોર કરી હતી કે વર્ષ 2002માં ગુજરાતમાં ગોધરા ખાતે સાબરમતી ટ્રેન સળગાવવાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનો અંગે ખોટા, નકલી અને જ્વલનશીલ નિવેદનો કરનારા ગુજરાતના અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ એવું અવલોકન સુપ્રીમ કોર્ટે શુકવારે કર્યું છે.
Published On - 1:53 pm, Sun, 26 June 22