પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉપડતી/ પસાર થતી 6 જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરાશે

|

May 23, 2022 | 11:33 PM

ભુજ એસી એક્સપ્રેસમાં વધારાનો એસી કોચ જોડવામાં આવશે આ ઉપરાંત પટના અને દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેનમાં 3 ટાયર અને સ્લીપર કોચ જોડવામાં આવશે.

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉપડતી/ પસાર થતી 6 જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરાશે
Symbolic image

Follow us on

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ઉપડતી/ પસાર થતી 6 જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુસાફરોની સુવિધામાં વધારો થશે. ભુજ એસી એક્સપ્રેસમાં વધારાનો એસી કોચ જોડવામાં આવશે આ ઉપરાંત પટના અને દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેનમાં 3 ટાયર અને સ્લીપર કોચ જોડવામાં આવશે.

અમદાવાદ મંડળ રેલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર વધારાના કોચની વિગતો નીચે મુજબ છે

  1. ટ્રેન નંબર 22903/22904 બાંદ્રા ટર્મિનસ – ભુજ એસી એક્સપ્રેસમાં  29 મે, 2022 સુધી બાંદ્રા ટર્મિનસથી અને ભુજથી 30 મે, 2022 સુધી તાત્કાલિક અસરથી વધારા નો એક એસી 3-ટાયર કોચ  જોડવામાં આવશે.\
  2. ટ્રેન નંબર 09447/09448 અમદાવાદ-પટના ક્લોન સ્પેશિયલમાં 25 મે 2022ના રોજ અમદાવાદથી અને 27 મે 2022ના રોજ પટનાથી વધારાનો એક  એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ  જોડવામાં આવશે.
  3. ટ્રેન નંબર 09465/09466 અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલમાં અમદાવાદથી તાત્કાલિક અસરથી 27 મે, 2022 સુધી અને દરભંગાથી  તાત્કાલિક અસરથી 30 મે, 2022 સુધી એક વધારાનો  એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે.
  4. ટ્રેન નંબર 09037/09038 બાંદ્રા ટર્મિનસ – બાડમેર સ્પેશિયલમાં બાંદ્રા ટર્મિનસથી 03 જૂન, 2022 સુધી અને બાડમેરથી 04 જૂન, 2022 સુધી એક વધારાનો  એસી 3-ટાયર કોચ  તાત્કાલિક અસરથી જોડવામાં આવશે.
  5. ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
    એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
    ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
    પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
    શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
  6. ટ્રેન નંબર 09039/09040 બાંદ્રા ટર્મિનસ – અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલમાં બાંદ્રા ટર્મિનસથી 25મી મેથી 01 જૂન, 2022 સુધી અને અજમેરથી 26મી મેથી 02 જૂન, 2022 સુધી એક વધારાના એસી 3-ટાયર જોડવામાં આવશે.
  7. ટ્રેન નંબર 22923/22924 બાંદ્રા ટર્મિનસ – જામનગર એક્સપ્રેસમાં બાંદ્રા ટર્મિનસથી 30 મે, 2022 સુધી તાત્કાલિક અસરથી અને જામનગરથી 31 મે, 2022 સુધી તાત્કાલિક અસરથી એક વધારાનો એસી 3-ટાયર કોચ જોડવામાં આવશે.

ટ્રેનોના સંચાલનના સમય, વિરામ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે.

Published On - 8:09 pm, Mon, 23 May 22

Next Article